Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિમંતાએ કામાખ્યા મંદિરમાં પૂજા કર્યા બાદ મતદાન કર્યું:એન્ટનીએ કહ્યું- કેરળમાં કોઈને ભાજપ પસંદ નથી; પુડુચેરીમાં LDF-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ

    1 day ago

    આજે ત્રણ રાજ્યો આસામ, કેરળ અને પુડુચેરીમાં એક જ તબક્કામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. કુલ 296 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. બપોરે 1 વાગ્યા સુધીમાં, આસામમાં 59.63%, કેરળમાં 49.70% અને પુડુચેરીમાં 56.83% મતદાન થયું હતું. પુડુચેરીમાં, મન્નાડીપેટમાં એક મતદાન મથક પર કોંગ્રેસ અને ભાજપના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે ભીડ પર લાઠીચાર્જ કર્યો. પુડુચેરીના મુખ્યમંત્રી રંગાસ્વામી મતદાન મથક પર મોટરસાઇકલ પર સવાર થઈને મતદાન કરવા ગયા. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ગુવાહાટીના મા કામાખ્યા મંદિરમાં પૂજા કરી હતી. ત્યારબાદ તેઓ બપોરે તેમની પત્ની સાથે જાલુકબારી ગયા અને મતદાન કર્યું. કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને પણ વહેલી સવારે મતદાન કર્યું હતું. પુડુચેરીના CM રંગાસ્વામી મતદાન કરવા માટે મોટરસાઇકલ પર પહોંચ્યા હતા. પૂર્વ રક્ષા મંત્રી અને કોંગ્રેસના નેતા એ.કે. એન્ટનીએ તિરુવનંતપુરમમાં મતદાન કર્યું. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું,કેરળના લોકો ભાજપને પસંદ કરતા નથી. રાજ્યમાં 10 વર્ષથી કુશાસનની સરકાર રહી છે. તેથી, આ વખતે સરકાર બદલાશે. ત્રણેય રાજ્યોમાં લગભગ 10 લાખથી વધુ મતદારો પ્રથમ વખત મતદાન કરશે. કેરળમાં 70 વર્ષમાં પ્રથમ વખત કોઈ મુખ્યમંત્રી હેટ્રિક માટે ચૂંટણી લડી રહ્યા છે. આસામમાં ભાજપ હિમંતા બિસ્વા સરમાના સહારે સતત ત્રીજી વખત સરકાર બનાવવાનો દાવ રમી રહી છે. જ્યારે પુડુચેરીમાં કોંગ્રેસમાંથી નીકળેલા એન. રંગાસામી પાંચમી વખત સત્તામાં આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આસામની 126, કેરળની 140 અને પુડુચેરીની 30 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આસામની 126 બેઠકો માટે 722 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે અને બહુમતીનો આંકડો 64છે. મતગણતરી 4 મેના રોજ થશે અને તે જ દિવસે પરિણામો જાહેર કરવામાં આવશે. આસામમાં 126 બેઠકો પર 41 પક્ષોના 722 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે કેરળમાં 2.71 કરોડ મતદારો 890 ઉમેદવારોમાંથી પોતાના નેતા પસંદ કરશે. પુડુચેરીમાં 20 પક્ષોના 294 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે. આસામ, કેરળ, પુડુચેરી ચૂંટણી અપડેટ્સ ત્રણય રાજ્યોમાં ચાલી રહેલા મતદાનની માહિતી માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પે કહ્યું- સમજૂતી સુધી ઈરાન આસપાસ સેના રહેશે:ઈરાને કહ્યું-અમેરિકાએ સીઝફાયરની 3 શરતો તોડી, હવે વાતચીતનો અર્થ નથી
    Next Article
    હત્યા બાદ માથું ધડથી અલગ કરી રસ્તાની વચ્ચે રાખ્યું:પછી ટોળાએ આરોપીને ઢોર માર મારતા તેનું પણ મોત, પાર્કિંગ વિવાદમાં ખેલાયો ખૂની ખેલ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment