Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠા LCB અને SOGએ 5 ફરાર આરોપીઓને ઝડપ્યા:ખેરોજ, તલોદ, હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના ગુનામાં કાર્યવાહી

    10 hours ago

    સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે ફરાર આરોપીઓને પકડવા માટે વિશેષ ડ્રાઇવ ચાલી રહી છે. આ અંતર્ગત, સાબરકાંઠા LCB અને SOG ટીમે સંયુક્ત કાર્યવાહી કરીને ત્રણ પોલીસ સ્ટેશનના પાંચ ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓને સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, સાબરકાંઠા LCB અને SOG ટીમને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. LCB ટીમે ખેરોજ પોલીસ સ્ટેશનના ખોટા દસ્તાવેજો બનાવવાના ગુનામાં છેલ્લા બે વર્ષથી ફરાર એક મહિલા આરોપીને ખેરોજ ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડી હતી. આ ઉપરાંત, ઇડરના વસાઈ ગામનો રહેવાસી રમણસિંહ અનારસિંહ સોલંકી, જે પણ બે વર્ષથી ફરાર હતો, તેને હિંમતનગરના જૂની સિવિલ સર્કલ રોડ પરથી પકડી પાડવામાં આવ્યો હતો. આ બંને આરોપીઓને અનુક્રમે ખેરોજ અને હિંમતનગર બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા હતા. LCB ટીમે ખેરોજ પોલીસ સ્ટેશનના ખોટા દસ્તાવેજના અન્ય એક ગુનામાં બે વર્ષથી ફરાર ઓમરાજસિંહ વિક્રમસિંહ ચૌહાણ (ઉંમર ૩૪, રહે. રાધીવાડ, તા. ખેડબ્રહ્મા)ને ખેડબ્રહ્માના મેત્રાલ નજીક વીરકૃપા હોટલના પાર્લર પાસેથી ઝડપી લીધો હતો. તેને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવ્યો હતો. વધુમાં, સાબરકાંઠા LCBએ તલોદ પોલીસ સ્ટેશનના એક ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર કિશનસિંહ મનહરસિંહ ચૌહાણ (રહે. માથાસુરિયા, તા. બાયડ, અરવલ્લી, હાલ રહે. ચાણક્યપુરી, ઘાટલોડિયા, અમદાવાદ)ને હિંમતનગર બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડ્યો હતો. તેને હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. જ્યારે SOG ટીમે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના મારામારી અને એટ્રોસિટી કેસમાં છેલ્લા અઢી વર્ષથી ફરાર વિનયસિંહ ચંપકસિંહ જાડેજા (ઉંમર આશરે ૩૫, રહે. દહેગામડા, તા. ભિલોડા, અરવલ્લી, હાલ રહે. હાજીપુર ગામ, હિંમતનગર)ને ઝડપી પાડ્યો હતો. તેને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પરિવાર ઊંઘતો રહ્યો ને ચોર કળા કરી ગયા:સમા વિસ્તારના એક મકાનમાંથી સોના-ચાંદીના દાગીના સહિત રૂ.1.76 લાખ મતાની ચોરી કરીને ફરાર
    Next Article
    નજુપુરામાં પાણી મુદ્દે રોષ: ગ્રામજનોની ચૂંટણી બહિષ્કારની ચીમકી:10 વર્ષથી નર્મદાના પાણી વગર 500 લોકો હિજરત કરવા મજબૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment