Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ LCBએ ડુપ્લીકેટ વિદેશી દારૂની ફેક્ટરી ઝડપી:જાસ્કામાંથી દારૂની બોટલો, સ્ટીકર સહિત ₹77100નો મુદ્દામાલ જપ્ત; 3 આરોપીઓ ઝડપાયા, રાજસ્થાની શખસ ફરાર

    21 hours ago

    પાટણ એલ.સી.બી. પોલીસે આગામી રથયાત્રા નિમિત્તે યોજાયેલી કોમ્બિંગ નાઇટ દરમિયાન હારીજ પોલીસ સ્ટેશન વિસ્તારના જાસ્કા ગામની સીમમાંથી નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી છે. પોલીસે આ દરોડા દરમિયાન 3 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે 1 આરોપી ફરાર છે. ઘટનાસ્થળેથી દારૂની બોટલો, સ્ટીકર, ઢાંકણા અને મોબાઈલ ફોન સહિત કુલ 77,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નકલી દારૂની ફેક્ટરી ખેતરમાં ચાલતી હતી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ હારીજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે જાસ્કા ગામની 'અરીઠાવાળા આંટા' તરીકે ઓળખાતી સીમમાં ભરતસિંહ ભિખુજી રાઠોડના કબજાવાળા ખેતરમાં આવેલી એક ઓરડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં આ ઓરડીની અંદર જાણીતી બ્રાન્ડ 'બ્લેન્ડર્સ પ્રાઇડ વ્હીસ્કી'નો નકલી વિદેશી દારૂ બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ઘટનાસ્થળેથી 3 શખ્સોને દારૂ બનાવવાની સામગ્રી સાથે રંગેહાથ ઝડપી લીધા હતા. પકડાયેલા અને વોન્ટેડ આરોપીઓ જ્યારે આ ગુનામાં સંડોવાયેલો અન્ય એક આરોપી શીવરાજ મારવાડી (રહે. જોધપુર, રાજસ્થાન) હાલ ફરાર છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. જપ્ત કરાયેલો મુદ્દામાલ આ તમામ આરોપીઓ વિરૂદ્ધ હારીજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હારીજ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    લીમખેડા પોલીસની સતર્કતાથી યુવતીનો બચ્યો જીવ:લીમખેડા તાલુકામાં આત્મહત્યા કરવા જઈ રહેલી યુવતીને જનરક્ષક-112 ટીમે બચાવી, પ્રેમી ફરાર
    Next Article
    Mystery Of Masked Man At Ali Khamenei's Funeral Finally Solved

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment