Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગર ઘરફોડ ચોરીના બે આરોપી પકડાયા:LCBએ ₹6.72 લાખના ચાંદીના દાગીના જપ્ત કર્યા

    4 days ago

    સાબરકાંઠા LCB એ હિંમતનગર બાયપાસ રોડ પરથી ઘરફોડ ચોરીના બે આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી ₹6,72,500ની કિંમતના ચાંદીના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. આ બંને આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસવડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, LCBની ટીમ હિંમતનગર બાયપાસ રોડ પર પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બે શંકાસ્પદ વ્યક્તિઓ મળી આવ્યા હતા. તેમની અટકાયત કરી પૂછપરછ કરતાં તેઓ એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વિજયા જ્વેલર્સમાંથી થયેલી ચોરીમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેમની પાસેથી ચાંદીના છત્તર, મૂર્તિઓ, કંકાવટી, શિવલિંગ, નાની-મોટી ડીશો, વાડકીઓ, પાયલ, સિક્કા સહિત કુલ ₹6.72 લાખથી વધુ કિંમતના ચાંદીના દાગીના અને ₹5,000 નો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. પકડાયેલા આરોપીઓની ઓળખ આનંદ મલજીભાઈ પારગી (રહે. ઘુઘસ, તા. ફતેપુરા, જિ. દાહોદ) અને નિતિન નગાભાઈ ડોડીયાર (રહે. બોરખેડી ફળિયું, તા. ફતેપુરા, જિ. દાહોદ) તરીકે થઈ છે. પૂછપરછ દરમિયાન, આ બંને અને અન્ય એક શખ્સે અઢી મહિના અગાઉ હિંમતનગરના જલારામ મંદિર રોડ પર આવેલા વિજયા જ્વેલર્સ, ગણેશ બંગ્લોઝમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ ગુનામાં દિલીપ માનુ પારગી (રહે. બલવાસા, જિ. ઝાબુઆ, મધ્યપ્રદેશ) નામનો એક આરોપી હજુ ફરાર છે, જેને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં વસ્તી ગણતરી 2026ની પૂર્વ તૈયારી શરૂ:13 ટીમો દ્વારા ઘર નંબર આપવાની કામગીરી શરૂ, દરેક કર્મચારીને ઓળખપત્ર અપાયું
    Next Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:પેટ્રોલ-ડીઝલની અછતથી એક બાદ એક પેટ્રોલ પંપ બંધ, કોંગ્રેસના પૂર્વ MLAના દીકરાનો દારૂના નશામાં પોલીસ સામે રોફ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment