Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટા ઉદેપુર LCBએ વિદેશી દારૂ ઝડપ્યો:તેજગઢ પાસેથી નિશાન સન્ની ગાડીમાંથી ₹63,750ના દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

    2 days ago

    છોટા ઉદેપુર જિલ્લા LCBએ તેજગઢ નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. નિશાન સન્ની ગાડીમાંથી ₹63,750ની કિંમતનો દારૂ મળી આવ્યો હતો, જેમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જિલ્લા LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે GJ 23 AF 3357 નંબરની નિશાન સન્ની ગાડીમાં વિદેશી દારૂ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે તેજગઢ પેટ્રોલ પંપ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. વોચ દરમિયાન બાતમી મુજબની ગાડી આવતા તેને રોકવામાં આવી હતી. તપાસ કરતા ગાડીની ડિકી પાસે બ્રેક લાઈટના ભાગમાં બનાવેલા ચોરખાનામાંથી વિદેશી દારૂની કુલ 675 બોટલો મળી આવી હતી. આ દારૂની કિંમત ₹63,750 આંકવામાં આવી છે. LCB ટીમે દારૂ અને નિશાન સન્ની ગાડી સહિત મિતકુમાર ભુપેન્દ્રભાઈ પંચાલ (રહે. નીલાંબર બંગલો 2, મકાન નં.4, ગુરુકુલ ચાર રસ્તા, વડોદરા) અને રવિભાઈ ડાહ્યાભાઈ પરમાર (રહે. ગાજરાવાડી, સુવેજ પમ્પિંગ સ્ટેશન, વિશ્વકર્મા નગર, વડોદરા)ની ધરપકડ કરી છે. કુલ ₹3,79,750નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. છોટા ઉદેપુર સરહદી જિલ્લો હોવાથી પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો અવારનવાર થતા રહે છે, જેને જિલ્લા પોલીસ નિષ્ફળ બનાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    Today News Headlines for School Assembly, July 31, 2026: Delhi drops cases against CJP protesters, Assam flood death toll increase
    Next Article
    પીપલોદની ફ્લોરેન્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આગ:લેબર રૂમના બાથરૂમમાં શોર્ટ સર્કિટથી વોશિંગ મશીનમાં ધડાકો, 3 દર્દીઓ અને સ્ટાફનો સુરક્ષિત બચાવ, જાનહાનિ ટળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment