Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાઉન્સિલરની વારંવાર રજૂઆત છતાં ઢાંકણા નહીં, ‘ઉપલબ્ધ નથી’નો જવાબ:દહેગામ વોર્ડનં. 3માં ખુલ્લી ગટરથી નાગરિકોને અકસ્માત થવાનો ભય

    20 hours ago

    દહેગામ શહેરના વોર્ડ નંબર-3માં નગરપાલિકા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. આબલી ફળી, હોળી ચકલા અને મોટી મસ્જિદ આગળ ઓરવાડ વિસ્તારમાં ગટરના ઢાંકણા તૂટેલા અથવા ગાયબ હોવાથી આશરે 20 દિવસથી ગટર ખુલ્લી પડી છે. સ્થાનિકો અને કાઉન્સિલર દ્વારા વારંવાર રજૂઆત છતાં હજુ સુધી ઢાંકણા મૂકવાની કામગીરી કરવામાં આવી નથી. વોર્ડ-3ના કોંગ્રેસના કાઉન્સિલર સલીમ મનસુરીના જણાવ્યા મુજબ, આ અંગે દહેગામ નગરપાલિકામાં અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. જોકે, તંત્ર તરફથી ‘ઢાંકણા ઉપલબ્ધ નથી’ તેવો જવાબ આપવામાં આવે છે. ગટર ખુલ્લી હોવાથી સતત અવરજવર ધરાવતા આ વિસ્તારમાં રાહદારીઓ માટે અકસ્માતનું જોખમ ઊભું થયું છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે જોખમ વધુ છે. રાત્રિના સમયે પ્રકાશની અછત વચ્ચે ખુલ્લી ગટર દેખાય નહીં તો ગંભીર અકસ્માત સર્જાવાની શક્યતા છે. સ્થાનિકોનો સવાલ છે કે ઢાંકણા ઉપલબ્ધ ન હોય તો તાત્કાલિક બેરિકેડ કે ચેતવણી બોર્ડ સહિતની વૈકલ્પિક સુરક્ષા વ્યવસ્થા કેમ કરવામાં આવતી નથી? અકસ્માત થયા બાદ કાર્યવાહી કરવાને બદલે અગાઉથી જ જોખમ દૂર કરવાની માંગ ઉઠી છે. કાઉન્સિલરે તાત્કાલિક ઢાંકણા મૂકવા અથવા ત્યાં સુધી સુરક્ષાત્મક વ્યવસ્થા કરવા નગરપાલિકા પાસે માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    કલા મહાકુંભ ઝોન 3 માં કલામંદિરના 10 વિદ્યાર્થીઓ વિજેતા બન્યા:મોરબીમાં યોજાયેલી સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવ્યું
    Next Article
    લોન મોંઘી થશે, EMI વધશે:RBIએ 4 વર્ષમાં પહેલીવાર વ્યાજ દર વધાર્યા, 5.25% થી વધારીને 5.50% કર્યા; મોંઘવારી કાબૂમાં લેવા માટે નિર્ણય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment