Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    LCB એ દહિસરામાં જુગાર પર દરોડો પાડ્યો:ચાર ઝડપાયા, ચાર ફરાર; ₹42,600 નો મુદ્દામાલ જપ્ત

    8 hours ago

    પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર પર દરોડો પાડી ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન ₹42,600 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય ચાર આરોપીઓ ફરાર થવામાં સફળ રહ્યા હતા. પોલીસ અધિકારીઓની સૂચના બાદ પશ્ચિમ કચ્છમાં જુગાર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા LCB સતત પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન, LCB ટીમને દહિસરા ગામના બસ સ્ટેશન નજીક, ગામની દક્ષિણ તરફના વોકળાની ખુલ્લી જગ્યામાં ધાણીપાસા વડે જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે LCB ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈ જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી, પરંતુ પોલીસે ઘેરાબંધી કરીને ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં દહિસરા ગામના દિનેશ ડાયા મહેશ્વરી, ચેતન દેવરામ મહેશ્વરી, ઇશાક ઇબ્રાહિમ જુણેજા અને સુખપરના કરણસિંહ દેવુભા ચુડાસમાનો સમાવેશ થાય છે. જોકે, ભીમજી ચાપશી મહેશ્વરી, મોહન વેલજી ઉર્ફે ખટો મહેશ્વરી, પુનમ લધા મહેશ્વરી અને મનીષ વીરજી મહેશ્વરી પોલીસને ચકમો આપી ફરાર થવામાં સફળ રહ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ પાસેથી રોકડા ₹21,600 અને ₹21,000 ની કિંમતના પાંચ મોબાઈલ ફોન સહિત કુલ ₹42,600 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    તાપી ભાજપે 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' ઉજવ્યો:બાલકૃષ્ણ શુક્લાએ ભાગલાના બલિદાનોને યાદ કર્યા, મોટી સંખ્યામાં નેતાઓ-કાર્યકરો ઉપસ્થિત રહ્યા
    Next Article
    જૂનાગઢના બ્રહ્મલીન મહંત તનસુખગીરીનું કુદરતી મોત કે હત્યા?:21 મહિના બાદ દુષ્યંતગીરીના નામથી પોલીસને અરજી થતા ખળભળાટ, દુષ્યંતગીરીએ કહ્યું-'અરજી મે નથી કરી'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment