Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ રૂરલ LCB દ્વારા સચિવાલયના નકલી અધિકારીની ધરપકડ:જેતપુરના કારખાનેદારને 'ક્લોઝર નોટિસ'નો ડર બતાવી ₹40 હજારની ખંડણી માંગી ₹10 હજાર પડાવ્યા

    10 hours ago

    રાજકોટ જિલ્લાના જેતપુર ઉદ્યોગનગર વિસ્તારમાં એક કારખાનેદારને ગાંધીનગર સચિવાલયના શ્રમ અને રોજગાર વિભાગના 'પટેલ સાહેબ' તરીકે ખોટી ઓળખ આપી ₹40,000ની ખંડણી માંગવાના કેસમાં રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) મોટી સફળતા મેળવી છે. કારખાનેદાર પાસેથી રોકડા ₹10,000 પડાવી લેનારા અમદાવાદના રીઢા ગુનેગાર રાજેશ ઉર્ફે રાજુ ત્રિવેદીને પોલીસે ઝડપી પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે ઝડપાયેલો આ ગઠિયો ભૂતકાળમાં પણ નકલી પોલીસ, નકલી મામલતદાર અને નકલી આઈટી ઓફિસર સહિતના સ્વાંગ રચીને પાંચ-પાંચ વખત પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. બાળમજૂરીના કેસમાં ક્લોઝર નોટિસ ન આપવાના બહાને તોડ કર્યો રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના જણાવ્યા મુજબ, થોડા સમય અગાઉ જેતપુર ઉદ્યોગનગર ખાતે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) દ્વારા એક કારખાના પર દરોડો પાડી બાળમજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા હતા. આ ઘટનાની વિગતો મેળવી આરોપી રાજુ ત્રિવેદીએ કારખાનેદારને અજાણ્યા નંબર પરથી ફોન કર્યો હતો અને પોતે સચિવાલયનો વર્ગ-1 નો અધિકારી હોવાનો રોફ જમાવ્યો હતો. બાદમાં રૂબરૂ પહોંચી કારખાનું સીલ કરવાની અને બાળકોના મોતનો ડર બતાવી મામલો થાળે પાડવા ₹40,000 ની માંગણી કરી હતી. કારખાનેદારે તુરંત ₹10,000 રોકડા આપ્યા હતા અને બાકીના ₹30,000 આંગડિયા મારફતે મોકલવાનું નક્કી થયું હતું. જોકે બાદમાં ફોન ન ઉપાડતાં શંકા જતાં ભોગ બનનારે પોલીસનો સંપર્ક કર્યો હતો. નકલી ફૂડ ઇન્સ્પેક્ટરથી લઈને જેલર સુધીના સ્વાંગ રચ્યા પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, પકડાયેલા આરોપી રાજેશ ત્રિવેદી વિરુદ્ધ અમદાવાદ, ગાંધીનગર, સુરત અને અમરેલીમાં છેતરપિંડી અને ખંડણી સહિતના કુલ 9 ગુના નોંધાયેલા છે. આ પૈકી 5 વખત તો તે ઉચ્ચ સરકારી અધિકારી તરીકેની બનાવટી ઓળખ આપીને ઝડપાઈ ચૂક્યો છે. જેમાં ગાંધીનગરમાં નકલી ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર, બાપુનગરમાં નકલી પોલીસકર્મી, અમરેલીમાં નકલી મામલતદાર, કાલુપુરમાં નકલી ઇન્કમટેક્સ ઓફિસર અને સુરતમાં નકલી જેલર બનીને ગુના આચર્યા હોવાનું બહાર આવ્યું છે. હવે રાજકોટ ગ્રામ્યમાં નકલી શ્રમ અધિકારી બનીને છઠ્ઠી વખત પોલીસ સકંજામાં આવ્યો છે. ઓળખ છુપાવવા અન્ય લોકોના નામના સીમકાર્ડ વાપરતો આરોપીની મોડસ ઓપરેન્ડી અંગે વિગતો આપતાં પોલીસે જણાવ્યું કે, તે દૈનિક અખબારો અને ટીવી ન્યૂઝમાં આવતા દરોડા કે સરકારી કાર્યવાહીના સમાચારો પર ચાંપતી નજર રાખતો હતો. જે વેપારી કે સંસ્થા સામે કાનૂની તપાસ થઈ હોય તેની વિગતો એકઠી કરી, તે વિભાગના અધિકારી બનીને તોડ કરવા પહોંચી જતો હતો. પોતે પકડાઈ ન જાય તે માટે તે ક્યારેય પોતાના નામના મોબાઇલ કે સીમકાર્ડનો ઉપયોગ કરતો નહોતો પરંતુ, અન્ય અજાણ્યા વ્યક્તિઓના નામના દસ્તાવેજો પર મેળવેલા નંબરોથી ફોન કરીને ખંડણી પડાવતો હતો. પોલીસે હાલ આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    લાલપુરના ટેભડા ગામે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ:રસ્તાઓ પર પાણી વહેતા થયા, વાતાવરણમાં ઠંડક પ્રસરી અને ખેડૂતોને રાહત મળી
    Next Article
    Daayra New Posters Promise A Gritty Face-Off Between Kareena Kapoor And Prithviraj Sukumaran

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment