Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તલોદની ફેક્ટરીમાંથી એલ્યુમિનિયમ ચોરીનો ભેદ ઉકેલાયો:ગાંધીનગર LCBએ ચિલોડાથી આરોપીને દબોચ્યો, ₹3.34 લાખના 13 ક્વિન્ટલથી વધુ એલ્યુમિનિયમની ઉઠાંતરી કરી હતી

    21 hours ago

    રાજ્યભરમાં નાસતા ફરતા ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલવા ચાલી રહેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સાબરકાંઠાના તલોદ ઔદ્યોગિક વિસ્તારની એક ફેક્ટરીમાંથી આશરે 3.34 લાખની કિંમતનું 13 ક્વિન્ટલથી વધુ એલ્યુમિનિયમ ચોરી કરીને લાંબા સમયથી પોલીસને હંફાવતા એક શાતિર આરોપીને ચિલોડા નજીકથી દબોચી લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે. ફેક્ટરીમાંથી એલ્યુમિનિયમના જથ્થાની ઉઠાંતરી કરી હતી આ સનસનાટીભરી ચોરીની ઘટનાની વિગતો મુજબ તલોદ વિસ્તારની એક ફેક્ટરીમાં રાત્રિના અંધકારનો લાભ લઈને તસ્કરો ત્રાટક્યા હતા અને ત્યાં તોડફોડ કરીને કિંમતી એલ્યુમિનિયમ ધાતુના મોટા જથ્થાની ઉઠાંતરી કરી ગયા હતા. પોલીસની સત્તાવાર તપાસમાં બહાર આવ્યું છે કે, ઝડપાયેલા આરોપી રાજેશ દેવીપૂજકે (રહે. હરસોલ ચોકડી, દહેગામ) ફેક્ટરીમાંથી એલ્યુમિનિયમના 37 નંગ મોટા બ્લોકની ચોરી કરી હતી. ઔદ્યોગિક એકમને જ નિશાન બનાવતા આ ચોરાયેલા માલનું કુલ વજન આશરે 1335 કિલોગ્રામ એટલે કે 13 ક્વિન્ટલથી વધુ થવા જાય છે. જેની બજાર બજાર કિંમત અંદાજે 3.34 લાખ જેટલી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સામાન્ય ઘરફોડ ચોરી કે રોકડ દાગીનાની ચોરી કરતા આ ગુનાની મોડસ ઓપરેન્ડી સાવ અલગ હતી. રીઢા ચોરે સીધા ઔદ્યોગિક એકમને જ નિશાન બનાવી ભારેખમ ધાતુની ચોરી કરી હતી. વાસ્તવમાં એલ્યુમિનિયમ અને તાંબા જેવી મોંઘી ધાતુઓ સ્ક્રેપ માર્કેટમાં કોઈપણ પ્રકારના પાકા બિલ વગર ખૂબ જ સરળતાથી અને રોકડેથી વેચાઈ જતી હોય છે. આ જ કારણે છેલ્લા કેટલાક સમયથી ઔદ્યોગિક વસાહતોમાં આવી કિંમતી ધાતુઓની ચોરી કરનારી ગેંગ સક્રિય થઈ હોવાનું અને ગુનાખોરીનો ગ્રાફ વધ્યો હોવાનું ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. આરોપીને ચિલોડા નજીકથી પોલીસે દબોચી લીધો ચોરીને અંજામ આપ્યા પછી આરોપી ધરપકડના ડરથી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો અને ગાંધીનગર તેમજ સાબરકાંઠા પોલીસ તેને શોધી રહી હતી. આ દરમિયાન એલસીબી-2ની ટીમને ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી કે, આ ચોરીનો વોન્ટેડ આરોપી ચિલોડા સર્કલ અને તેની આસપાસના વિસ્તારમાં કોઈને મળવા માટે આવી રહ્યો છે. આ બાતમી મળતા જ એલસીબીની ટીમે ચિલોડા નજીક વોચ ગોઠવી રાજેશ દેવીપૂજક (રહે. હરસોલ ચોકડી, દહેગામ)ને દબોચી લીધો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પારુલ યુનિવર્સિટીના 2 વિદેશી વિદ્યાર્થીઓ દારૂ સાથે ઝડપાયા:વલસાડ LCBએ રૂ. 3.50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો
    Next Article
    ગરમીના આકરા તડકા પછી ભાવનગરમાં મેઘમહેર:છેલ્લા 10 દિવસની અસહ્ય ગરમી બાદ ભાવનગરમાં વરસાદી ઝાપટાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment