Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ LCBએ નેશનલ હાઈવે પરથી દારૂ ઝડપ્યો:વેગનઆર કારમાંથી ₹2.59 લાખનો જથ્થો, ખેડાનો બુટલેગર જેલભેગો

    4 days ago

    વલસાડ LCBએ નેશનલ હાઈવે નંબર-48 પરથી એક મારૂતિ વેગનઆર કારમાંથી ₹2.59 લાખનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે ખેડા જિલ્લાના એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે દારૂ ભરાવનાર દમણના અને મંગાવનાર કરજણના બે બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યા છે. વલસાડ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે SP યુવરાજસિંહ જાડેજા દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે LCBના પોલીસ ઇન્સ્પેક્ટર એ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ LCBની ટીમ વલસાડ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. પેટ્રોલિંગ દરમિયાન ઘનશ્યામસિંહ બળવંતસિંહને બાતમી મળી હતી કે, મુંબઈથી સુરત તરફ જતા સર્વિસ રોડ પર એક સિલ્વર કલરની વેગનઆર કારમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે નેશનલ હાઈવે-48 પર આવેલા સુગર ફેક્ટરી ઓવરબ્રિજના ઉતરતા છેડે સર્વિસ રોડ પર વોચ ગોઠવી હતી. પોલીસે શંકાસ્પદ વેગનઆર કાર (નંબર: GJ-15-AD-0781) આવતા જ તેને કોર્ડન કરીને અટકાવી હતી. કારની તલાશી લેતા તેમાંથી ગુપ્ત રીતે છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ, જેમાં વ્હીસ્કી, બીઅર અને વોડકાની કુલ 654 નંગ બોટલો (કુલ 165.960 લીટર) મળી આવી હતી. આ દારૂના જથ્થાની કિંમત ₹2,59,050/- આંકવામાં આવી છે. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત ₹1,50,000/-ની કિંમતની મારૂતિ વેગનઆર કાર અને ₹5,000/-ની કિંમતનો એક મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો હતો. આમ, કુલ ₹4,05,050/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ મામલે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીનું નામ જગદિશભાઇ મનુભાઇ હરિજન છે, જે હાલ ધમડાચી, વલસાડ ખાતે રહે છે અને મૂળ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના મલાઈ ગામનો વતની છે. આ ઉપરાંત, દારૂનો જથ્થો ભરાવનાર દીપક સુરેશભાઈ હળપતિ (રહે. દમણ) અને દારૂ મંગાવનાર ધર્મેશભાઈ પ્રવિણભાઈ ચૌહાણ (રહે. મિયાગામ કરજણ, જિ. વડોદરા) ને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ નગરપાલિકાના 25થી વધુ વિકાસ કામો મંજૂર:10 સ્થાનિક ડ્રાઇવરોની ભરતીને લીલી ઝંડી, ફોરમેનનો પગાર વધારો નામંજૂર
    Next Article
    Kumar Saptarshi, socialist leader and Yukrand founder, dies at 84

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment