Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામજોધપુરના ગોરખડીમાં LCBનો દરોડો:₹2.57 લાખના દેશી દારૂ અને આથા સાથે બે ઝડપાયા, એક ફરાર

    1 week ago

    જામજોધપુર તાલુકાના ગોરખડી ગામની સીમમાં LCBએ દરોડો પાડી ₹2.57 લાખથી વધુનો દેશી દારૂ, આથો અને અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક ફરાર છે. બાતમીના આધારે, ગોરખડી ગામની સીમમાં ફૂલઝર નદીના કાંઠે આવેલી જીતેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજાની વાડીના શેઢે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી પ્રોહિબિશન કાયદા હેઠળ કુલ ₹2,57,825નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં 170 લીટર દેશી દારૂ (કિંમત ₹34,000), 5725 લીટર કાચો આથો (કિંમત ₹1,43,125), દારૂ બનાવવાના સાધનો (પાટલી નળી) 200 નંગ (કિંમત ₹200), 3 મોબાઈલ ફોન (કિંમત ₹10,500) અને 1 એક્ટિવા મોટરસાયકલ (કિંમત ₹70,000)નો સમાવેશ થાય છે. આ મામલે જીતેન્દ્રસિંહ ઉર્ફે બકો જયેન્દ્રસિંહ જાડેજા (રહે. ધ્રાફાગામ, ગરબીચોક, તા. જામજોધપુર) અને દેવાભાઈ પાલાભાઈ બાંભવા (રહે. ગોરખડીગામ, તા. જામજોધપુર)ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે મયુર કારાભાઈ શીર (રહે. ગોરખડીગામ, હાલ- ધ્રાફા, તા. જામજોધપુર) ફરાર છે અને તેને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    Cooking gas gets costlier: Domestic LPG price hiked by Rs 29 per cylinder
    Next Article
    2025, 2026માં ગરમીના રેકોર્ડ તૂટ્યા:10 વર્ષમાં ઉનાળાએ મિજાજ બદલ્યો, 1 મહિનો વહેલો આવે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment