Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2025, 2026માં ગરમીના રેકોર્ડ તૂટ્યા:10 વર્ષમાં ઉનાળાએ મિજાજ બદલ્યો, 1 મહિનો વહેલો આવે છે

    1 week ago

    શહેરમાં ઉનાળો હવે એક મહિનો વહેલો શરૂ થઈ રહ્યો છે અને આ ટ્રેન્ડ છેલ્લાં 10 વર્ષમાં જોવા મળ્યો છે. કાળઝાળ ગરમી હવે માત્ર મે, જૂન પૂરતી રહી નથી. સેપ્ટ યુનિવર્સિટીના ઓટોમેટિક વેધર સ્ટેશનના વર્ષ 2016થી 2026 સુધીના આંકડાને આધારે ચોંકાવનારું તારણ સામે આવ્યું છે, જે મુજબ અગાઉનાં વર્ષોમાં શિયાળા બાદ તાપમાન 30 ડિગ્રી સુધી પહોંચવામાં 15થી 20 ફેબ્રુઆરી સુધીનો સમય લાગતો હતો, જ્યારે 2026માં ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં જ પારો 30 ડિગ્રીને પાર થઈ ગયો હતો. 2026માં તાપમાન 30 ડિગ્રીથી વધી 35 ડિગ્રી સુધી પહોંચવામાં માત્ર 25 દિવસનો જ સમય લાગ્યો હતો. એ જ રીતે 40 ડિગ્રી ગરમી એપ્રિલના અંતમાં શરૂ થતી હતી, તે હવે માર્ચના અંતિમ અઠવાડિયા કે એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ અનુભવાય છે. સેપ્ટ યુનિવર્સિટીના ઓટોમેટિક વેધર સ્ટેશનનાં છેલ્લાં 10 વર્ષના તાપમાનના ડેટાનું રિસર્ચ 2025, 2026માં ગરમીના રેકોર્ડ તૂટ્યા વર્ષ 2025 અને 2026 સૌથી વધુ ચિંતાજનક વર્ષ રહ્યાં છે. આ વર્ષો દરમિયાન જોખમી બફારો અને 40 ડિગ્રી હવાનું તાપમાન 10 વર્ષમાં સૌથી વહેલું નોંધાયું છે. તજ્જ્ઞોના મતે, આ માત્ર તાપમાન વધવાની સાદી ઘટના નથી, પરંતુ ખતરનાક ગરમીની આખી સિઝન લાંબી થવાનો મોટો સંકેત છે. એક દાયકા પહેલા જે તાપમાન સુધી પહોંચવામાં અઠવાડિયા લાગતા હતા, તે પારો હવે ફેબ્રુઆરી-માર્ચમાં જ ઓલટાઇમ હાઈ થવા લાગ્યો છે. છેલ્લાં 11માંથી 7 વર્ષમાં રાહત રહી રાહતની વાત એ છે કે, છેલ્લાં 11 વર્ષમાં 7 વર્ષ એવાં રહ્યાં છે, જેમાં પારો ક્યારેય 45 ડિગ્રીને પાર નથી ગયો. માત્ર 2016, 2018, 2022 અને 2024માં જ મે મહિનાની વચ્ચે પારો 45 ડિગ્રી વટાવી ગયો હતો. ભેજવાળી ગરમી 35 ડિગ્રી પાર કરે તો જોખમી સાબિત થઈ શકે સેપ્ટના રિસર્ચમાં ‘ભેજવાળી ગરમી’ના આંકડા ચોંકવનારા છે. આ આંકડામાં માત્ર ગરમી નહીં, પણ હવામાં રહેલા ભેજ-બફારા અને સૂર્યનાં સીધાં કિરણોની શરીર પર થતી વાસ્તવિક અસર દર્શાવે છે. મેડિકલ સાયન્સના મતે, જો ખુલ્લા આકાશ નીચે આ ભેજવાળી ગરમી 35 ડિગ્રી પર પહોંચી જાય તો તે જીવલેણ સાબિત થાય છે, કારણ કે આ સ્થિતિમાં શરીર પરસેવા દ્વારા પોતાની જાતને ઠંડું રાખી શકાતું નથી. પહેલા વરસાદ પછીનો બફારો હવે 40થી 60 દિવસ વહેલો લાગે છે સેપ્ટના આંકડા કહે છે કે, વર્ષ 2016 સિવાય દર વર્ષે અમદાવાદમાં આ ભેજવાળી ગરમી 32 ડિગ્રીની જોખમી સપાટી વટાવી ચૂકી છે. વર્ષ 2016-17માં આવો અસહ્ય બફારો મેના અંતમાં કે જૂનની શરૂઆતમાં આવતો હતો, જે હવે વર્ષ 2025 અને 2026માં સીધો 10 એપ્રિલથી 10 મેની વચ્ચે જ આવી ગયો છે. અમદાવાદમાં ચોમાસું સામાન્ય રીતે જૂનના બીજા સપ્તાહમાં (7થી 20 જૂન વચ્ચે) બેસે છે. આનો અર્થ એ થયો કે ચોમાસું બેસવાના આશરે 40થી 60 દિવસ પહેલાથી જ અમદાવાદીઓએ અસહ્ય ગરમી અને જીવલેણ બફારાના બેવડા માર વચ્ચે જીવવું પડે છે. { 40 ડિગ્રી ગરમી એપ્રિલના અંતમાં શરૂ થતી, જે હવે માર્ચમાં જ અનુભવાય છે _photocaption_નવરંગપુરામાં આવેલી સેપ્ટ યુનિવર્સિટીએ પોતાનું વેધર સ્ટેશન તૈયાર કર્યું છે.*photocaption*
    Click here to Read More
    Previous Article
    જામજોધપુરના ગોરખડીમાં LCBનો દરોડો:₹2.57 લાખના દેશી દારૂ અને આથા સાથે બે ઝડપાયા, એક ફરાર
    Next Article
    IND vs AFG Live Score, One-Off Test Match Day 2: India in a dominating position against Afghanistan in Mullanpur

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment