Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી LCBની સફળ રેડ, ₹21.21 લાખનો મુદ્દામાલ કબ્જે:રફાળેશ્વર GIDCના બંધ કારખાનામાંથી પેટકોક ચોરીનું કૌભાંડ ઝડપાયું;34660 કિલો ઇમ્પોર્ટેડ પેટકોક અને ટ્રક સાથે 2 પકડાયા

    2 days ago

    મોરબીના રફાળેશ્વર GIDC વિસ્તારમાં આવેલા બંધ સીરામીકના કારખાનામાં ચાલતા કોલસાના ડેલા પર એલસીબીની ટીમે દરોડો પાડી પેટકોકના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી ચોરી કે છળકપટથી મેળવાયેલો 34660 કિલો ઇમ્પોર્ટેડ પેટકોક અને ટ્રક સહિત કુલ ₹21.21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાતમીના આધારે LCBની ટીમે પાડ્યો દરોડો મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે રફાળેશ્વર GIDCમાં આવેલા બંધ સીરામીક કારખાનામાં કોલસાના ડેલા પરથી ટ્રકમાં પેટકોક ખાલી કરાતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને સ્થળ પરથી માલ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. કબજે કરાયેલા જથ્થા અંગે કોઈ પણ સંતોષકારક આધાર-પુરાવા ન મળતાં પોલીસે બંને શખ્સોની સ્થળ પરથી જ અટકાયત કરી લીધી હતી. ₹21.21 લાખનો મુદ્દામાલ પોલીસે કર્યો કબ્જે પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી ₹6.21 લાખની કિંમતનો 34660 કિલોગ્રામ પેટકોક અને ₹15 લાખની કિંમતનો ટ્રક મળીને એકંદર ₹21.21 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કારખાનામાંથી મળી આવેલો આ જથ્થો ચોરી અથવા છળકપટથી મેળવ્યો હોવાનું જણાતાં પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર દરોડાની સફળ કામગીરી એલસીબીના અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવી હતી. અન્ય રાજ્યોના બે શૂટરો-આરોપીઓની કરાઈ ધરપકડ આ ગુનામાં પોલીસે સ્થળ પરથી આરોપી મહેશ બાબુલાલ મેઘવાલ રહે. જોધપુર રાજસ્થાન અને સોનુકુમાર ઉમેશચંદ વર્મા રહે. ગયા બિહાર વાળાની ધરપકડ કરી છે. આ કામગીરી એલસીબીના પીઆઇ એસ.પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવી હતી. ચોરીનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પાર્લે પોઈન્ટ વિસ્તારમાં મકાન તોડવાની કામગીરીમાં બેદરકારી:3 માળના મકાનનો સ્લેબ અને બીમ બાજુના ઘરના ગાર્ડનમાં તૂટી પડ્યા, મોટો અકસ્માત ટળ્યો
    Next Article
    Actor Imran Khan Gets Interim Relief In His Challenge To 'Leave India' Notice

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment