Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તળાજા પાસે અકસ્માતમાં યુવાનનું મોત:અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારી, 3 બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો

    1 day ago

    તળાજા તાલુકાના ત્રાપજ ગામ પાસે સોમનાથ નેશનલ હાઈવે પર એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ભાલર ગામના એક યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે પર ત્રાપજ નજીક રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે રાત્રિ દરમિયાન આ ઘટના બની હતી. એક અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારી હતી, જેના કારણે બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માત બાદ 108 એમ્બ્યુલન્સના ડોક્ટર બળદેવભાઈ અને પાયલોટ પિન્ટુભાઈ દ્વારા ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના તબીબે તપાસીને યુવાનને મૃત જાહેર કર્યો હતો. મૃતક યુવાન ભાલર ગામનો રહેવાસી હતો. સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ, તે તેના માતા-પિતાનો એકમાત્ર પુત્ર હતો અને તેને ત્રણ બહેનો છે. યુવાનના આકસ્મિક નિધનથી સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    Video: Rakesh Bedi Questions Alcohol Safety, Calls For "Murder Charges" Against Adulterators
    Next Article
    NASA Rover Fires Laser At Mars Rock, Uncovers Surprising Gemstone Clues

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment