Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘોઘાના વાવડી ગામે જુગારના અખાડા પર LCBના દરોડા:સીમમાં ધમધમતા જુગારધામ પર LCBની રેડ કરતા નાળ ઉઘરાવનાર સહિત 9 સામે ગુનો દાખલ

    22 hours ago

    ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફે બાતમીના આધારે ઘોઘા તાલુકાના વાવડી (તણસા) ગામની સીમમાં નેસડો વિસ્તારમાં આવેલી વાડી પર દરોડો પાડીને ગંજીપત્તાના પાના અને પૈસા વડે હારજીતનો 'હાથકાંપ' નો જુગાર રમી રહેલા સાત ઇસમોને રંગેહાથ ઝડપી પાડ્યા છે, રેઈટ દરમ્યાન બે શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, આ રેડ દરમિયાન પોલીસે કુલ રૂ.91 હજારથી વધુ નો મુદ્દામાલ ઝડપી લઈ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી... આ અંગે એલસીબી કચેરીએથી મળતી માહિતી મુજબ એલ.સી.બી. સ્ટાફને બાતમી મળી હતી કે પ્રવિણ ઉર્ફે પલ્લો જાદવભાઇ વાજા રહે.કરચલીયા પરા, ભાવનગર બહારથી માણસો બોલાવીને મહેન્દ્રસિંહ પરબતસિંહ ગોહિલની વાડીએ જુગારનો અખાડો ચલાવે છે, તે બહારથી આવતા જુગારીઓને સુવિધા પુરી પાડી આર્થિક લાભ માટે નાળ ઉઘરાવતો હતો., આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ઝડપાયેલા શખ્સોઓમાં મોહિત ઉર્ફે ફુગ્ગી હબીબભાઇ ભાડુલા ઉ.વ.37, રહે.કપુરીયા હનુમાનજીવાળા ખાંચામાં ભીલવાડા સર્કલ, રફિક કાસમભાઇ ખોખર ઉ.વ.37, રહે. કુરેશી ગેરેજની પાછળ, ભાંગના કારખાના પાસે રાણીકા, જાવેદખાન હબીબખાન પઠાણ ઉ.વ.38, રહે.કુરેશી મોટર ગેરેજવાળા ખાંચામાં, ઇન્ડિયા ટાવર સામે, જોગીવાડની ટાંકી, અશોક ઉર્ફે કલી મનસુખભાઇ ચૌહાણ ઉ.વ.41, રહે.દિનભાઇની દુકાન પાસે, બજરંગ અખાડા પાસે, કરચલીયા પરા, પ્રવિણ ઉર્ફે જોગી મામૈયાભાઇ અમરચોળી ઉ.વ.52, રહે.મેલડીમાંના મંદિર સામે, પાટા પાસે, બોરડી ગેટ, બળદેવ જેન્તીભાઇ બારૈયા ઉ.વ.34, રહે.મફતનગર, બાબુ માધાની દુકાન પાસે, મેલડી માંની ધાર તથા પ્રવીણ ઉર્ફે મુન્નો ધીરૂભાઇ ડાભી ઉ.વ.46, રહે.રૂમ નં-104, સ્લમ બોર્ડ, આનંદનગર વાળા ને ઝડપી લીધા હતા જ્યારે પ્રવિણ ઉર્ફે પલ્લો જાદવભાઇ વાજા રહે.કરચલીયા પરા તથા મહેન્દ્રસિંહ પરબતસિંહ ગોહિલ રહે.વાવડી (તણસા) તા. ઘોઘા વાળા બંને ફરાર થઈ ગયા હતા, પોલીસે જુગારના પટ માંથી રોકડ રકમ રૂ.91,300 તથા ગંજીપત્તાના પાના મળી કુલ રૂ.91,300 નો મુદ્દામાલ ઝડપી લીધો હતો, ઝડપાયેલા શખ્સો વિરૂદ્ધ ઘોઘા પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Berkshire Hathaway Buys Back $4.5 Billion Of Shares As Operating Profit Jumps 16%
    Next Article
    12 વર્ષ જૂના લાંચ કેસમાં ACBની જીત:ભૂગર્ભ યોજનાના કામના બિલ મંજૂર કરવાના બદલે 21,000ની લાંચ લેનાર એન્જિનિયરને કોર્ટે 4 વર્ષની સજા અને દંડ ફટકાર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment