Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    12 વર્ષ જૂના લાંચ કેસમાં ACBની જીત:ભૂગર્ભ યોજનાના કામના બિલ મંજૂર કરવાના બદલે 21,000ની લાંચ લેનાર એન્જિનિયરને કોર્ટે 4 વર્ષની સજા અને દંડ ફટકાર્યો

    1 day ago

    ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકા પંચાયતમાં ભૂગર્ભ ગટર યોજનાના બિલના અભિપ્રાય માટે ₹21,000ની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયેલા તત્કાલીન અધિક મદદનીશ ઈજનેર (AEE) ને અદાલતે દોષિત ઠેરવ્યો છે. ભાવનગરના ચોથા એડિશનલ સેશન્સ જજે સરકારી વકીલની ધારદાર દલીલો, મૌખિક અને દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈ આરોપીને ૪ વર્ષની સખત કેદની સજા અને ₹50,000નો રોકડ દંડ ફટકાર્યો છે. ₹9.28 લાખના બિલના અભિપ્રાય માટે 3 ટકા લેખે માંગવામાં આવી હતી લાંચ બનાવની વિગતો અનુસાર, ગારીયાધાર તાલુકાના સુરનીવાસ ગામના રહીશ રમેશભાઈ પરશોતમભાઈ ગોહીલને પચ્છેગામ ખાતે વર્ષ 2012-2014 દરમિયાન મંજૂર થયેલી ભૂગર્ભ યોજનાના મજૂરી કામનો વર્ક ઓર્ડર મળ્યો હતો. કામ પૂર્ણ થયા બાદ પાલિતાણા સિંચાઈ વિભાગના ડેપ્યુટી એન્જિનિયરે કામગીરી ચકાસીને ₹9,28,842ના બિલ ગારીયાધાર તાલુકા પંચાયતમાં મોકલી આપ્યા હતા. આ બિલ મંજૂરી અંગે ખાતરી કરવા માટે કોન્ટ્રાક્ટર જ્યારે તાલુકા પંચાયતના અધિક મદદનીશ ઈજનેર (ક્લાસ-3) કિશોર ધોરાજીયાને મળ્યા, ત્યારે તેણે બિલ પર સાનુકૂળ અભિપ્રાય આપવાના બદલામાં ૩ ટકા લેખે ₹૨૮,૦૦૦ ની લાંચ માંગી હતી. રકઝકના અંતે ₹21,000 નક્કી કરવામાં આવ્યા હતા. 2014માં ACBની ટ્રેપમાં ₹21,000ની લાંચ લેતાં રંગેહાથ પકડાયો હતો ફરિયાદી લાંચ આપવા ન માગતા હોવાથી તેમણે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ભાવનગર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે એસીબીની ટીમે તા. 24 એપ્રિલ, 2014ના રોજ છટકું ગોઠવીને કિશોર ધોરાજીયાને ₹21,000ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધો હતો અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. 5 સાક્ષી અને 31 પુરાવા ગ્રાહ્ય રાખી સેશન્સ કોર્ટે ફટકારી સજા આ કેસ ભાવનગરના ચોથા એડિશનલ સેશન્સ જજ હેતલબેન સી. દવેની અદાલતમાં ચાલવા પર આવ્યો હતો. કેસ દરમિયાન સરકારી વકીલ વિજય માંડલીયાએ દમદાર દલીલો રજૂ કરી હતી. કોર્ટે 5 સાક્ષીઓની જુબાની અને 31 જેટલા દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને રાખી આરોપી કિશોર ધોરાજીયાને દોષિત ઠેરવ્યો હતો: કોર્ટે તમામ સજાઓ સાથે ભોગવવાનો હુકમ કર્યો છે, જેનાથી સરકારી તંત્રમાં લાંચ લેતા ભ્રષ્ટ અધિકારીઓમાં ફાટો પડ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ઘોઘાના વાવડી ગામે જુગારના અખાડા પર LCBના દરોડા:સીમમાં ધમધમતા જુગારધામ પર LCBની રેડ કરતા નાળ ઉઘરાવનાર સહિત 9 સામે ગુનો દાખલ
    Next Article
    US Veep JD Vance Dials PM Modi, He Congratulates Usha Vance On Birth Of Son

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment