Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    LCBએ પોન્ઝી સ્કીમના મુખ્ય આરોપીને પોયડાથી ઝડપ્યો:હિંમતનગર, CID ક્રાઈમના GPID અને પ્રોહિબિશન ગુનામાં વોન્ટેડ હતો

    13 hours ago

    સાબરકાંઠા LCBએ હિંમતનગરની AR કન્સલ્ટન્સી પોન્ઝી સ્કીમના મુખ્ય આરોપી અજયસિંહ રજુસિંહ મકવાણાને તલોદના પોયડા ગામેથી ઝડપી પાડ્યો છે. આ આરોપી હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને CID ક્રાઈમ ગાંધીનગર ઝોન એના GPID એક્ટ તથા પ્રોહિબિશન એક્ટ સહિત ત્રણ ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી વોન્ટેડ હતો. તેને હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. સાબરકાંઠા LCBના PI ડી.સી. સાકરિયાએ આપેલી માહિતી મુજબ, PSI આર.જે. જાડેજા, ટેકનિકલ ASI હરેશ પ્રજાપતિ અને પોલીસ સ્ટાફની ટીમે વોન્ટેડ આરોપીઓની તપાસ હાથ ધરી હતી. તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, હિંમતનગરમાં રહેતો અજયસિંહ મકવાણા તલોદના પોયડા ગામે તેના જીજાજીના ઘરે આવ્યો છે. આ બાતમીના આધારે LCB ટીમે સ્થળ પર પહોંચીને અજયસિંહ મકવાણાને ઝડપી લીધો હતો. LCB કચેરીમાં પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, આરોપી અજયસિંહ હિંમતનગરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોન્ઝી સ્કીમ ફ્રોડનો મુખ્ય આરોપી છે. આ ઉપરાંત, તે હિંમતનગર એ ડિવિઝનના પ્રોહિબિશન ગુના અને CID ક્રાઈમ ગાંધીનગર ઝોન એના GPID એક્ટના ગુનામાં પણ છેલ્લા પાંચ મહિનાથી નાસતો ફરતો હતો. હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PI પી.એમ. ચૌધરીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હિંમતનગરમાં સહકારી જીન રોડ પર આવેલા પ્રથમ સ્ક્વેરમાં AR કન્સલ્ટન્સી નામની પોન્ઝી સ્કીમ દ્વારા ત્રણ કરોડ રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાત આચરવામાં આવ્યો હતો. આ અંગે ઓક્ટોબર 2025 માં ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં અગાઉ બેરજુસિંહ લાલસિંહ મકવાણા અને હરેશકુમાર જગદીશચંદ્ર સાધુની ધરપકડ કરવામાં આવી હતી. હવે મુખ્ય આરોપી અજયસિંહ રજુસિંહ મકવાણાની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ભારે કરી, ચોર ભરેલો ગેસ સિલિન્ડર ચોરી ગયો!:ગેસ સિલિન્ડરની અછત અને વધતા ભાવ વચ્ચે સુરતના પુણામાં બંધ મકાનમાંથી ગેસ સિલિન્ડર સહિત રૂપિયા 1.95 લાખની મતાની ચોરી
    Next Article
    NDTV Power Play Keralam LIVE | "Real Kerala Story Written In Our Communal Harmony": Pinarayi Vjayan

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment