Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    LCBએ જાબુંડી વાડીમાં જુગાર પર દરોડો પાડ્યો:9 શખ્સોની ધરપકડ, નવ મોબાઇલ ફોન સહિત ₹60,100ના મુદ્દામાલ જપ્ત

    2 days ago

    પશ્ચિમ કચ્છમાં જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસની કાર્યવાહી ચાલુ છે. આ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB), પશ્ચિમ કચ્છ-ભુજે પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાબુંડી ગામની સીમમાં એક વાડી ખાતે ચાલતા તીનપત્તીના જુગાર પર દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી જુગાર રમતા નવ શખ્સોને ઝડપી પાડ્યા હતા. LCB ટીમ પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને ખાનગી બાતમી મળી હતી. બાતમી મુજબ, જાબુંડી ગામની સીમમાં સ્મિતરાજસિંહ કૃષ્ણકુમારસિંહ જાડેજાની વાડીમાં ખુલ્લા શેડ નીચે કેટલાક ઇસમો ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમી રહ્યા હતા. આ બાતમીના આધારે ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન, પોલીસે જુગાર રમતા નવ ઇસમોને ઝડપી પાડ્યા હતા. સ્થળ પરથી કુલ ₹15,100 રોકડા, 52 નંગ ગંજીપાના અને ₹45,000ની કિંમતના નવ મોબાઇલ ફોન સહિત કુલ ₹60,100નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પકડાયેલા શખ્સોમાં સ્મિતરાજસિંહ કૃષ્ણકુમારસિંહ જાડેજા, દિપ મુકેશભાઈ ઠક્કર, બાદલગિરી અનિલગર ગોસ્વામી, ભરત દેવાભાઈ રબારી, પ્રિત રાજેશભાઈ ઠક્કર, રૂતુરાજસિંહ કિરીટસિંહ જાડેજા, ગિરીરાજસિંહ હકુમતસિંહ જાડેજા, નિર્મલ પ્રવિણભાઈ જોષી અને સોહિલ જુમા મણકાનો સમાવેશ થાય છે. આ તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    VUF અરવલ્લી ટીમે રક્ષાબંધનની ઉજવણી કરી:SP, DYSP અને જિલ્લા પંચાયત કર્મચારીઓને રાખડી બાંધી
    Next Article
    ​કડીયાવાડમાં નશાના કારણે યુવકનું મોત થયાનો ભાઈનો આક્ષેપ:'છેલ્લા દોઢ દિવસથી બેભાન જેવો હતો', પરિવારે નશાનો વેપલો બંધ કરવા અને યોગ્ય પોલીસ તપાસની માંગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment