Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં નેશનલ હાઈવે પર ઓઇલ ચોરીનું રેકેટ ઝડપાયું:નવસારી LCBએ રૂ. 86.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 5 આરોપી પકડ્યા

    21 hours ago

    નવસારી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર ઓઇલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ રૂ. 86.30 લાખથી વધુના મુદ્દામાલ સાથે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ કંપનીના ટેન્કરોમાંથી કિંમતી ક્રૂડ ઓઇલની ચોરી કરતા હતા. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ અને નવસારી પોલીસ અધિક્ષક રાહુલ પટેલની સૂચના બાદ LCB ઇન્સ્પેક્ટર વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમો વોચમાં હતી. ટેકનિકલ સોર્સ અને ખાનગી બાતમીદારોની મદદથી ચીખલી પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા આ રેકેટનો પર્દાફાશ થયો. પોલીસે બે ઓઇલ ટેન્કર સહિત કુલ રૂ. .86,30,960/- નો મુદ્દામાલ જપ્ત કર્યો. નવસારી LCBના બ્રિજેશકુમાર સતીષચંન્દ્ર અને તાહીરઅલી શાહબુદ્દીનને ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, ચીખલીના મૌજે આલીપોર, હંસ ક્વોરીથી બામણવેલ પાટીયા તરફ જતા પાર્થ ખાણની સામે કાચા રસ્તા પર પ્રકાશ ખટીક ટેન્કર ચાલકો સાથે મળી ક્રૂડ ઓઇલની ચોરી કરાવી રહ્યો હતો. આ માહિતીના આધારે PSI એમ.બી. ગામીત અને LCB તથા ચીખલી પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી દરોડા પાડ્યા. ઘટનાસ્થળેથી બે ટેન્કરો નંબર GJ 39 TA 8366 અને GJ 12 BZ 8966માંથી ગેરકાયદેસર રીતે ક્રૂડ ઓઇલ ચોરી થતી હોવાનું સામે આવ્યું. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે, બંને ટેન્કર ચાલકો મુંબઈ સ્થિત 'Hindustan Oil Exploration Company Limited' માંથી ક્રૂડ ઓઇલ ભરીને ભાવનગર ખાલી કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન આલીપોર ગામની સીમમાં મુખ્ય સૂત્રધાર પ્રકાશ ખટીક ટેન્કર ચાલકોનો સંપર્ક કરતો હતો. તે પ્રત્યેક ટેન્કરમાંથી આશરે 200 લિટર ક્રૂડ ઓઇલ ચોરી કરાવી ડ્રાઇવરોને ક્રૂડના રૂ. 30 પ્રતિ લિટર અને ડામરના રૂ. 60 પ્રતિ લિટર લેખે રોકડા ચૂકવતો હતો. પોલીસે પ્રકાશ ખટીકે ભાડે રાખેલા પ્લોટમાંથી ચોરી કરેલું વધુ 3 બેરલ ક્રૂડ ઓઇલ અને 17 બેરલ ડામર પણ શોધી કાઢ્યું છે. પકડાયેલા આરોપીઓની વિગત વોન્ટેડ આરોપીઓ પોલીસે જપ્ત કરેલો મુદ્દામાલ પોલીસે ચીખલી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 305(સી), 316(૩), 317(5), 287, 3(5) મુજબ ગુનો નોંધી નીચે મુજબનો મુદ્દામાલ કબ્જે કર્યો છે:
    Click here to Read More
    Previous Article
    પાલનપુરની 8 વર્ષીય નિક્ષાએ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કર્યો:7 દિવસમાં સિદ્ધિ, પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો
    Next Article
    Farmers Tractor Rally in Gujarat | ખેડૂતોના પ્રશ્નોને લઈને ટ્રેક્ટર રેલી યોજવાની જાહેરાત | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment