Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠા LCBએ ડીસા નજીક દારૂની હેરાફેરી ઝડપી:વર્ના ગાડીમાંથી 810 બોટલ વિદેશી દારૂ જપ્ત, ચાલક ફરાર

    2 days ago

    બનાસકાંઠા LCB ટીમે ડીસા નજીકથી વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. એક હુંડાઈ વર્ના ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 810 બોટલો જપ્ત કરવામાં આવી હતી. જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂ. 3,44,884 અને ગાડી સહિત કુલ રૂ. 6,44,884 નો મુદ્દામાલ કબજે લેવાયો છે. LCB ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ફાગુદ્રા તરફથી કાળા કલરની વર્ના ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી મોટી રોબસ થઈ ડીસા તરફ જવાનો છે. આ બાતમીના આધારે, મોટી રોબસ ગામની સીમમાં ફાગુદ્રાથી મોટી રોબસ આવતા જાહેર રોડ ઉપર નાકાબંધી કરવામાં આવી હતી. પોલીસની ટીમે હુંડાઈ વર્ના ગાડીના ચાલકને ઊભી રાખવા ઈશારો કરતા તેણે ગાડી ભગાવી હતી. પીછો કરતા ચાલકે પથ્થર સાથે અથડાવી ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો. ગાડીની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 810 બોટલો મળી આવી હતી. ફરાર થયેલા ઈસમ વિરુદ્ધ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Editor's View: 4 હજાર લાશોના ઢગલા વચ્ચે તાંડવ:અમેરિકા-ઇઝરાયલે સામસામે તલવારો ખેંચી, વર્ષો જૂની દોસ્તીમાં તિરાડ, ટ્રમ્પે નેતન્યાહૂને બરાબર ભેરવી દીધા
    Next Article
    ભરૂચ કોંગ્રેસે રાહુલ ગાંધીનો જન્મદિવસ ઉજવ્યો:જિલ્લા કાર્યાલય ખાતે કેક કાપી, આગેવાનો-કાર્યકરો જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment