Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ઈકો કારમાં દારૂની હેરાફેરી:નવસારી LCBએ દમણથી સુરત જતી કારનો પીછો કરતાં ચાલક ગાડી મૂકી ફરાર, 730 બોટલ વિદેશી દારૂ અને વોડકા જપ્ત

    1 day ago

    નવસારી જિલ્લામાં આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને સેવન સામે પોલીસે કડક વોચ ગોઠવી હતી. આ દરમિયાન એલસીબીને એક્સપ્રેસ-વે પરથી દમણથી સુરત તરફ જઈ રહેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. કારનો પીછો કરીને અઢી લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂ અને વોડકાની 730 બોટલ ઝડપી પાડી છે. એલસીબીના કર્મચારીઓ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. ત્યારે બાતમી મળી કે, ગ્રે કલરની મારૂતિ સુઝુકી ઈકો કારમાં એક ઇસમ દમણથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને નીકળ્યો છે. આ કાર ગણદેવા ટોલનાકા થઈ એક્સપ્રેસ-વે 4 પરથી સુરત તરફ જઈ રહી છે અને હાલમાં ચીખલી ઓવરબ્રિજ પસાર કરી ચૂકી છે. પોલીસે તુરંત નાકાબંધી ગોઠવી હતી જેથી કાર ચાલકે વાહન ઊભું રાખવાને બદલે પૂરઝડપે સુરત તરફ હંકારી મૂક્યું હતું. પોલીસે પંચો સાથે રાખીને કારનો પીછો કર્યો હતો. પોલીસ પીછો કરી રહી હોવાની જાણ થતાં કાર ચાલકે કંબાડા ગામની હદમાં મુંબઈથી દિલ્હી જતી ટ્રેક પર કાર જાહેર રોડ પર મૂકી દીધી હતી અને અંધારાનો લાભ લઈને નજીકના ખેતરોમાં ભાગી છૂટ્યો હતો. પોલીસે કારની તલાશી લેતા તેમાંથી પાસ-પરમિટ વગરનો વિદેશી દારૂ તેમજ વોડકાની નાની-મોટી કુલ 790 બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹2,65,680 થાય છે. પોલીસે ₹3 લાખની કિંમતની ઈકો કાર અને દારૂનો જથ્થો મળીને કુલ ₹ સાડા પાંચ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ અંગે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ફરાર કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જપ્ત કરાયેલો મુદ્દામાલ વિદેશી દારૂ અને વોડકાની બોટલો: કુલ 790 નંગ (કિંમત ₹ 2.65 લાખ) મારૂતિ સુઝુકી ઈકો કાર: કિંમત ₹3 લાખ કુલ જપ્ત મુદ્દામાલ: ₹5.65 લાખ કામગીરી કરનાર પોલીસ ટીમ આ સફળ કામગીરી નવસારી એલસીબી સિનિયર પીઆઈ વી.જે. જાડેજા, પીએસઆઈ વાય.જી. ગઢવી, પીએસઆઈ એમ.બી. ગામીત, ASI લલિત, હેડ કોન્સ્ટેબલ લાલુસિંહ તેમજ પોલીસ કોન્સ્ટેબલ મનોજકુમાર સમાધાનભાઈ દ્વારા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    રેલનગર બ્રીજમાં પાણી ભરાવાની વર્ષોની સમસ્યાથી મેયર અજાણ!:રૂ. 54 લાખનો ખર્ચ પાણીમાં!, માસૂમિયત સાથે ડો. નેહલે કહ્યું- આપના માધ્યમથી ધ્યાનમાં આવ્યું
    Next Article
    રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ:સુરેન્દ્રનગરમાં રાજ્યકક્ષાના હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન–2026નો પ્રારંભ, 9 ઓગસ્ટ સુધી જનતા માટે ખુલ્લું રહેશે પ્રદર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment