Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચીકલીગર ગેંગના બે આરોપી ઝડપાયા:મકાનોમાં ઘરફોડ ચોરી કરતા હતા, નવસારી LCBએ રૂ. 6.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

    1 day ago

    ગુજરાત અને મહારાષ્ટ્રમાં બંધ મકાનોમાં ઘરફોડ ચોરી કરતી ચીકલીગર ગેંગના બે આરોપીને નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડ્યા છે. તેમની પાસેથી રૂ. 6.15 લાખનો મુદ્દામાલ મળ્યો છે. 16 ઓક્ટોબર 2026ના રોજ બીલીમોરાના ગૌહરબાગ, આલીપોરીયા સોસાયટી અને સોમનાથ રોડ વિસ્તારમાં બંધ મકાનમાં ચોરી થઈ હતી. આ ગુનાની તપાસ સુરત રેન્જના IG પ્રેમવીર સિંહ અને નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ શરૂ કરાઈ હતી. LCB પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. જાડેજા અને તેમની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ તથા બાતમીના આધારે તપાસ કરી. ASI લલિત અશોક અને હેડ કોન્સ્ટેબલ સંદીપ પીઠાભાઈને બાતમી મળી હતી કે, ગેંગના સભ્યો સુરતના ડિંડોલી અને અલથાણમાં રહે છે. PSI એમ.બી. ગામીત અને LCBની ટીમે 3 નવેમ્બર 2026ના રોજ બીલીમોરાથી દેવસર થઈ ધકવાડા જતા રસ્તે વોચ ગોઠવી બે આરોપીને પકડ્યા હતા. પકડાયેલા આરોપીઓ બોબીસિંગ ઉર્ફે બચ્ચનસિંગ છે, જે ડિંડોલીની મહાલક્ષ્મી સોસાયટી, શાંતીવનમાં રહે છે અને મૂળ વડોદરાના એકતા નગર ઝૂંપડપટ્ટીનો રહેવાસી છે. બીજો આરોપી જરનેલસિંગ ઉર્ફે જલ્લુસિંગ ટાંક છે, જે સુરતના અલથાણ ગાર્ડનના SMC ક્વાર્ટર્સમાં રહે છે. આરોપીઓએ 16 ઓક્ટોબરે ચીખલી કોલેજ રોડ પરથી સફેદ ઇકો કાર ચોરી હતી. ત્યારબાદ એ જ કારમાં વહેલી સવારે બીલીમોરાના ગૌહરબાગમાં બંધ મકાનનું તાળું તોડી ચોરી કરી હતી. આ કેસમાં અજયસિંગ ઉર્ફે મામુ ભુરાસિંગ દુધાણી પણ આરોપી છે. તે સુરતના ભેસ્તાન આવાસમાં રહે છે અને હાલ ફરાર છે. પોલીસ તેને શોધી રહી છે. ગુના કરવાની મોડસ ઓપરેન્ડી આ કુખ્યાત ગેંગ સૌપ્રથમ શહેરોમાંથી રેકી કરીને નાની કાર (જેવી કે ઇકો કાર) ચોરે છે. ત્યારબાદ તે જ વાહનમાં સવાર થઈને રાત્રિના સુમારે બંધ સોસાયટીઓને લક્ષ્ય બનાવે છે અને મકાનના મુખ્ય દરવાજાના નકુચા કે તાળા તોડીને કિંમતી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ ચોરી કરી પલાયન થઈ જાય છે. બન્ને આરોપીઓ રીઢા ગુનેગાર પકડાયેલા આરોપીઓ સામાન્ય ચોર નથી પરંતુ રીઢા ગુનેગાર છે. બોબીસિંગ વિરુદ્ધ સુરત (ભેસ્તાન, પાંડેસરા, રાંદેર, પાલ, બારડોલી), નવસારી અને પલસાણા ઉપરાંત મહારાષ્ટ્રના ધુલે અને જલગાંવ (અમલનેર) પોલીસ સ્ટેશનોમાં કુલ 14 થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયા છે. તે મહારાષ્ટ્ર પોલીસ ચોપડે નાસતો ફરતો હતો. જ્યારે જરનેલસિંગ વિરુદ્ધ અમદાવાદ, વડોદરા, ગોધરા, સુરત, ભરૂચ અને વ્યારા સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અગાઉ 17 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આ આંકડાઓ દર્શાવે છે કે આ ગેંગ ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદો પર સક્રિય રહી લાંબા સમયથી પોલીસ માટે પડકારરૂપ બની હતી. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 6,15,985/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 30.570 ગ્રામ વજનની સોનાની લગડી (કિંમત રૂ.3,10,285/-) રોકડા રૂ. 700, મોબાઇલ ફોન (કિંમત રૂ. 5000/-) અને ગુનામાં વપરાયેલી સફેદ રંગની ફોર્ડ ફીગો કારનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત યુથ કોંગ્રેસના 49 હોદ્દેદાર સસ્પેન્ડ:રાહુલ ગાંધીની રેલીમાં ગેરહાજર રહેતા કાર્યવાહી, 24 યુથ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પણ સસ્પેન્ડ
    Next Article
    હાંસલપુર ગુરુકુલમાં માતા-પિતા વંદના ઉત્સવ યોજાયો:દિવાળી પર્વે 500 પરિવારો જોડાયા, વિદ્યાર્થીઓએ માતા-પિતાના ચરણ પખાળી માફી માગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment