Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાપરના કુખ્યાત બુટલેગરની ખેપ પર LCBનો દરોડો:દારૂ-બીયરની 42,552 બોટલ કબ્જે,અંધારામાં આરોપીઓ ફરાર

    1 week ago

    અંજાર તાલુકાના ટપ્પર ગામની સીમમાં આવેલી એક વાડીમાં ચાલતા દારૂના કટિંગ પર એલસીબીએ દરોડો પાડી રૂપિયા 79.52 લાખની કિંમતના દારૂ સહીત 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.ટેન્કર મારફતે મંગાવેલો દારૂ અને બીયરનો જથ્થો સગેવગે કરતા આરોપીઓ અંધારાનો લાભ લઈને ભાગી ગયા હતા જે મામલે રાપરના કુખ્યાત બુટલેગર સહીત 11 આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ પૂર્વ કચ્છ એલસીબીની ટીમ અંજાર અને દુધઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે ટપ્પર ગામ નજીક નર્મદા કેનાલ પાસે તેમને બાતમી મળી હતી કે,ટપ્પર ડેમની પૂર્વ બાજુએ આવેલી અરજણ હીરાભાઇ હેઠવાડીયાની માલીકીની વાડીમાં દારૂના જથ્થાનું કટિંગ થઇ રહ્યું છે. રાપરના પૂના ભાણા ભરવાડ અને તેના ભાગીદારોએ સાથે મળીને બહારથી મોટી માત્રામાં વિદેશી દારૂ અને બીયરનો જથ્થો મંગાવ્યો છે અને વાડીની ઓરડીઓમાં તેનું કટિંગ તથા સંગ્રહ થઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વાડીની ચારેય તરફ ઘેરાબંધી કરી હતી. પોલીસ વાહનોની લાઈટોના અજવાળામાં વાડીની અંદર કેટલાક માણસો શંકાસ્પદ હલચલ કરતા દેખાયા હતા. પરંતુ પોલીસની ગાડીઓ નજીક પહોંચતા જ બુટલેગરો અને મજૂરો અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા.પોલીસે સ્થળ પર તપાસ કરતા ટેન્કર નંબર જીજે 12 બીવી 9881 ઉભું હતું. આ ટેન્કરના પાંચ ખાનાઓમાંથી ચાર ખાના દારૂ અને બીયરની પેટીઓથી ભરેલા હતા. આ સિવાય બાજુમાં જ પડેલા એક આઇવા ડમ્પર ના ઠાઠામાંથી અને વાડીની બે ઓરડીઓમાંથી કુલ રૂપિયા 79,52,400 ની કિંમતનો 42,552 બોટલ દારૂ-બીયર મળી આવ્યો હતો. તપાસનો રેલો રાજસ્થાન તરફ ટેન્કરની કેબીનમાંથી રાજસ્થાનના બાડમેરના રહેવાસી લાધુરામ ખીયારામ નામના વ્યક્તિના આધાર કાર્ડની નકલ મળી આવી છે, જે આ ગુનાના તાર છેક અન્ય રાજ્યો સુધી જોડે છે. તદુપરાંત, ઓપ્પો મોબાઈલમાંથી એક ઈન્સ્ટાગ્રામ આઈડી પણ મળી આવી છે, જેના આધારે ટેકનિકલ તપાસ શરૂ કરાઈ છે.આટલી મોટી માત્રામાં દારૂ ક્યાંથી આવ્યો અને ક્યાં સપ્લાય થવાનો હતો, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. કબ્જે કરાયેલો મુદ્દામાલ પોલીસે સ્થળ પરથી દારૂના જથ્થા ઉપરાંત ટેન્કર, આઇવા ડમ્પર, નંબર પ્લેટ વગરનું બોલેરો કેમ્પર, સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ, મોબાઈલ, પ્લાસ્ટિકની કોથળીઓના બંચ, સેલો ટેપ-દોરી સહીતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. કુખ્યાત બુટલેગર સહીત 11 સામે ગુનો દુધઈ પોલીસ મથકે આ મામલે વાડીના માલિક અરજણ હીરાભાઈ હેઠવાડીયા, મુખ્ય બુટલેગરો પૂના ભાણા ભરવાડ, રામા વજા ભરવાડ, યુનુશ ઉર્ફે યુનીસ મીર, વાલજી ઉર્ફે વાલો દેસાઈ, મેરૂભા ઉદેસંગ વાઘેલા, તેમજ ટેન્કર-ડમ્પરના ચાલકો અને દારૂનો જથ્થો મોકલનાર સહીત કુલ 11 સામે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    આત્મહત્યા:ઈચ્છાપોરમાં યુવકે ગેસના સિલિન્ડરમાં પાઈપ જોડી મોઢામાં નાંખ્યો,કોથળી મોઢા પર ઢાંકી ગેસ ઈન્હેલ કરી આપઘાત કર્યો
    Next Article
    El Nino Activates !|અલનીનો એક્ટિવ થઈ ગયો છે...આખા ચોમાસામાં અલનીનોની અસર જોવા મળશે| News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment