Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં LCBની રેઇડ, સરદારનગરમાંથી 3 લાખનો વિદેશી દારૂ જપ્ત:રામતીર્થ સોસાયટીના મકાનમાંથી 756 બોટલ દારૂ ઝડપાયો, દરોડા સમયે શખસ હાજર ન મળ્યો

    11 hours ago

    ભાવનગર એલસીબી પોલીસે શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલા એક મકાન પર રેઇડ કરતા વિદેશી દારૂની નાની-મોટી મળી કુલ 756 બોટલો સહિત રૂ.3,90,192 નો મુદામાલ મળી આવતા કબ્જે લીધો હતો. જ્યારે રેઇડ દરમિયાન શખ્સ હાજર મળી આવ્યો ન હતો. સમગ્ર મામલે શખ્સ વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ભાવનગર એલસીબી કચેરીથી મળતી માહિતી મુજબ એલસીબી પોલીસ સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, એ દરમ્યાન બાતમી મળી હતી કે રામતીર્થ સોસાયટી, લંબે હનુમાન મંદિર પાછળ સરદારનગર ખાતે રહેતો કલ્પેશ હસમુખભાઈ બારૈયા પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરતા શખસ હાજર મળી આવ્યો ન હતો. જ્યારે રહેણાંક મકાનમાં તપાસ દરમિયાન જુદી-જુદી બ્રાન્ડની નાની-મોટી વિદેશી દારૂની કુલ 756 બોટલો સહિત રૂ.3,90,192નો મુદામાલ મળી આવતા કબ્જે લીધો હતો. જે બનાવ સંદર્ભે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે કલ્પેશ હસમુખભાઈ બારૈયા રહે. પ્લોટ નંબર 9, રામતીર્થ સોસાયટી, લંબે હનુમાન મંદિર પાછળ, સરદારનગર, ભાવનગર વિરૂધ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    વડોદરા પોલીસે 2 દિવસમાં 2 કિશોરીને શોધીને પરિવારને સોંપી:સમતાથી ગુમ થયેલી માતા પિતા વિનાની 13 વર્ષની કિશોરીને ગણતરીના કલાકોમાં શોધીને દાદીને સોંપી, છાણીથી ગુમ થયેલી 14 વર્ષની સગીરાને 120 કિમી દૂર અમદાવાદથી શોધી
    Next Article
    હનીટ્રેપ કરતી ગેંગ ઝડપાઇ:હોટલમાં નિવૃત શિક્ષક પાસે બળજબરીથી શરીરસંબંધ બંધાવ્યો, ફોટા-વીડિયો ઉતારી 12 લાખ પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment