Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજપર સીમમાં ક્રિકેટ સટ્ટા પર LCBનો દરોડો:3 ઝડપાયા, 3.65 લાખનો મુદ્દામાલ જપ્ત; એક આરોપી ફરાર

    9 hours ago

    સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં રાજપર ગામની સીમમાં LCB પોલીસે ક્રિકેટ સટ્ટા જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી કુલ રૂ. 3.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે એક આરોપી ફરાર થવામાં સફળ રહ્યો હતો. LCB પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજપરથી કરણગઢ ગામ તરફ જતા રાજપર ગામની સીમમાં મોબાઇલ ફોન દ્વારા ચાલતા ક્રિકેટ સટ્ટાના જુગાર પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન, મોબાઇલ ફોનમાં આઈડી-પાસવર્ડ દ્વારા જુગાર રમતા શાહિનભાઈ યુનુશભાઈ કોઢીયા (વઢવાણ), શાહરુખભાઈ યુસુફભાઈ પઠાણ (વઢવાણ) અને રાહીલભાઈ રૂસ્તમભાઈ પીલુડીયા (વઢવાણ) એમ ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી રોકડ રૂ. 12,500, નવ મોબાઇલ ફોન (કિંમત રૂ. 2,52,500), ક્રિકેટ સટ્ટાનું સાહિત્ય (સ્ક્રીનશૉટ્સ) અને બે મોટરસાયકલ (કિંમત રૂ. 1,00,000) સહિત કુલ રૂ. 3,65,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં જામનગરનો રહેવાસી મુન્નાભાઈ નામનો એક આરોપી ફરાર છે. સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે જુગારધારા મુજબ ગુનો નોંધી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પની ટેરિફ નીતિને અમેરિકી કોર્ટે ગેરકાયદેસર ગણાવી:10% ફી લાદવાનો નિર્ણય રદ; કોર્ટે કહ્યું- રાષ્ટ્રપતિએ સત્તાનો દુરુપયોગ કર્યો
    Next Article
    વૈદ્ય અક્ષય રાવલે 65 અભ્યાસક્રમો પૂર્ણ કર્યા:52 વર્લ્ડ રેકોર્ડ બુકમાં સ્થાન મેળવી સિદ્ધિ હાંસલ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment