Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈદ્ય અક્ષય રાવલે 65 અભ્યાસક્રમો પૂર્ણ કર્યા:52 વર્લ્ડ રેકોર્ડ બુકમાં સ્થાન મેળવી સિદ્ધિ હાંસલ કરી

    8 hours ago

    સુરેન્દ્રનગરના જોરાવરનગરના વૈદ્ય ડૉ. અક્ષય ધનેશભાઈ રાવલે આયુર્વેદ અને પારંપરિક ચિકિત્સા ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. તેમણે 65 પ્રોફેશનલ અભ્યાસક્રમો પૂર્ણ કરીને 52 વર્લ્ડ રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું છે. તાજેતરમાં 'Amazing World Records' દ્વારા તેમને વિશ્વ વિક્રમનું સન્માન એનાયત કરવામાં આવ્યું છે. ડૉ. રાવલે આયુર્વેદ, નેચરોપેથી, પંચકર્મ અને પંચગવ્ય જેવી વિવિધ પારંપરિક ચિકિત્સા પદ્ધતિઓમાં ઊંડો અભ્યાસ કર્યો છે. તેમની આ સિદ્ધિથી ભારત અને ગુજરાતનું નામ વૈશ્વિક સ્તરે રોશન થયું છે. વૈદ્ય અક્ષય રાવલે જણાવ્યું કે, તેમનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાચીન ભારતીય ચિકિત્સા પદ્ધતિઓને લોકો સુધી પહોંચાડવાનો અને આયુર્વેદ દ્વારા માનવજાતની સેવા કરવાનો છે. તેમની આ અનોખી સિદ્ધિ બદલ જોરાવરનગર પંથક સહિત સમગ્ર તબીબી જગતમાં આનંદની લાગણી ફેલાઈ છે અને તેમને ઠેર-ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    રાજપર સીમમાં ક્રિકેટ સટ્ટા પર LCBનો દરોડો:3 ઝડપાયા, 3.65 લાખનો મુદ્દામાલ જપ્ત; એક આરોપી ફરાર
    Next Article
    US-Iran War News LIVE Updates: Tehran Prepares For 'Great Victory' As US, Iran Trade Fire

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment