Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંજાર ચોરી કેસનો ફરાર આરોપી ભુજમાંથી પકડાયો:LCBએ અમનનગર ચોકડી પાસેથી મજીદ મેરને ઝડપી પાડ્યો, 2026માં ગુનો નોંધાયો હતો

    1 day ago

    અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં પોલીસથી બચી ફરતા આરોપીને લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજની ટીમે ભુજ તાલુકામાંથી ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા મળેલી માહિતીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન આરોપીની ધરપકડ કરી તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, અંજાર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2026 દરમિયાન ગુનો નોંધાયો હતો. આ કેસમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 303(2) અને 54 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ગુનામાં ભુજ તાલુકાના નાના વરનોરા ગામનો રહેવાસી 27 વર્ષીય મજીદ ઉમર મેર પોલીસની ધરપકડથી દૂર રહી નાસતો ફરતો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીના ભાગરૂપે LCBની ટીમ ભુજ તાલુકા વિસ્તારમાં આરોપીની શોધખોળ કરી રહી હતી. આ દરમિયાન અમનનગર ચોકડી નજીક એક શખ્સની હાજરી અંગે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે LCBની ટીમે સ્થળ પર તપાસ હાથ ધરતાં મજીદ ઉમર મેર મળી આવ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરતાં અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં તે પોલીસથી નાસતો ફરતો હોવાની હકીકત સામે આવી હતી. ત્યારબાદ પોલીસે કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી આરોપીને BNSSની જોગવાઈ મુજબ અટકાયત કરી આગળની કાર્યવાહી માટે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    રાહુલ ધરણા પર બેસવા અડગ, પોલીસ અધિકારીઓ મનાવી રહ્યા છે:પ્રિયંકા રસ્તા પર સૂઈ ગયા, વિપક્ષી સાંસદો પણ સાથે; CEC જ્ઞાનેશ કુમારનો વિરોધ
    Next Article
    બોટાદમાં 150 મહેસુલી કર્મચારીઓ હડતાલ પર:14 પડતર માંગણીઓને લઈ વિરોધ, સરકાર પાસેથી હકારાત્મક નિર્ણયની આશા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment