Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠામાં કોમ્બિંગ નાઈટમાં LCBએ ચોરીના 2 ગુનાનો ભેદ ઉકેલ્યો:NDPS અને અન્ય ગુનાના 2 ફરાર આરોપી સહિત 4 ઝડપાયા

    1 day ago

    બનાસકાંઠામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ગુજરાત પોલીસે રાજવ્યાપી કોમ્બિંગ નાઈટનું આયોજન કર્યું હતું. આ દરમિયાન પાલનપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચએ ચોરી અને NDPS સહિતના ગુનાઓમાં સંડોવાયેલા કુલ 4 આરોપીઓને પકડ્યા છે. આ કોમ્બિંગ નાઈટ 6 સપ્ટેમ્બરની રાત્રે 11 વાગ્યાથી 7 સપ્ટેમ્બરની વહેલી સવારે 5 વાગ્યા સુધી ચાલી હતી. DGP જી.એસ. મલિકના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી. બનાસકાંઠા રેન્જ IG પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચનાથી LCBની અલગ અલગ ટીમોએ જિલ્લામાં સઘન ચેકિંગ કર્યું હતું. ડીસા શહેરમાં LCB ટીમે મહમદ તાઈમ ઈસ્માઈલ શેખ અને શાહરૂખ હનીફ મકરાણીને પકડ્યા હતા. તેમની પાસેથી ચાંદીની પાયલ અને લક્કી મળી કુલ 36 હજાર રૂપિયાનો સામાન જપ્ત કરાયો હતો. તપાસમાં સામે આવ્યું કે આ સામાન 3 સપ્ટેમ્બરે ગંજીપુરા વિસ્તારમાં એક બંધ મકાનમાંથી ચોરાયો હતો. આ રીતે ઘરફોડ ચોરીનો એક વણઉકેલ્યો ગુનો ઉકેલાઈ ગયો હતો. બીજી એક કાર્યવાહીમાં, શિહોરી વિસ્તારમાં ખેમાણા નેશનલ હાઈવે નજીક વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. ત્યારે પ્રવિણસિંહ દોલસિંહ ખાંટ પાસેથી નંબર પ્લેટ વગરની હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ મળી આવી. તપાસ કરતા ખબર પડી કે 15 હજાર રૂપિયાની આ બાઈક થાવર ગૌશાળા નજીકથી ચોરાઈ હતી. આ ઉપરાંત, વડગામના ગ્રીનપાર્ક સોસાયટી વિસ્તારમાંથી NDPS એક્ટના ગુનામાં ફરાર મોસીનખાન ઉર્ફે લાલો ઈકબાલખાન નાગોરીને પકડવામાં આવ્યો. થરા વિસ્તારના માંડલા ગામમાંથી અન્ય એક ગુનામાં ફરાર જયેશજી ભાવાજી ઠાકોરને પણ પકડી લેવાયો હતો. કોમ્બિંગ નાઈટ દરમિયાન જિલ્લામાં કુલ 6 પ્રોહિબિશન કેસ, 2 જી.પી. એક્ટના કેસ નોંધાયા હતા. 27 ફરાર આરોપીઓની તપાસ કરાઈ હતી. 155 હોટલ-ઢાબા, 1,181 વાહનો અને 39 ફાર્મ હાઉસ ચેક કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 27 વાહનો જપ્ત કરવા સહિતની અલગ અલગ કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં PM મોદીનું રેમ્પ વોક:હીરા બાના લાલ મારા ભારતના લાલ, એણે મને માયા લગાડી ગીતથી સ્વાગત; આવતા વર્ષે બુલેટ ટ્રેન દોડશે
    Next Article
    Narmda Sardar Sarovar Dam Water Level | નર્મદા ડેમ ઓવરફ્લો થવાના આરે | Gujarati News | Narmada

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment