Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ LCBએ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો:રૂ. 1.43 લાખના મુદ્દામાલ સાથે મુખ્ય આરોપી અને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને ઝડપ્યાં

    7 hours ago

    વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરને કુલ રૂ. 1.43 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. LCBની ટીમે બાતમીના આધારે વાપીના ડુંગરી ફળિયા ખાતે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે 21 વર્ષીય આરોપી મનીષ રાજેશ રાજદેવ યાદવ અને તેની સાથે રહેલા એક કિશોરને પકડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 1,43,700/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં 2 ગ્રામ સોનાની કાનની બુટ્ટીઓ (કિંમત રૂ. 30,000/-), 40 ગ્રામ ચાંદીના દાગીના (કિંમત રૂ. 9,100/-), રૂ.4,600/- રોકડ રકમ અને કાળા કલરની નંબર વગરની સ્પ્લેન્ડર બાઇક (કિંમત રૂ. 1,00,000/-) નો સમાવેશ થાય છે. પોલીસની પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું હતું કે, તેઓએ સાથે મળીને રાત્રિના સમયે ડુંગરી ફળિયામાં આવેલી શીશમહેલ બેકરી નજીકના એક બંધ મકાનમાં ઘુસીને સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી હતી. આ મામલે ડુંગરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 (BNS) ની કલમ 331(3), 331(4) અને 305(એ) મુજબ ગુનો નોંધાયેલો હતો. LCB ટીમે પકડાયેલા આરોપી અને જપ્ત કરાયેલા મુદ્દામાલને આગળની કાનૂની કાર્યવાહી માટે ડુંગરા પોલીસ મથકે સોંપ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ગણપતિ વિસર્જનમાં સુરતમાં મુંબઈ જેવો માહોલ જામ્યો:ત્રણ ત્રણ માળ જેટલી ઊંચી મૂર્તિઓની શાહી સવારી, ફોટોગ્રાફીનો ક્રેઝ અને ગરબાની રમઝટ; વડોદરામાં ભક્તો ભાવુક થયા
    Next Article
    આગાખાન પ્રિ-સ્કૂલમાં ‘દાદા-દાદી દિવસ’ની ઉજવણી:સુરેન્દ્રનગરમાં બાળકોએ દાદા-દાદી સાથે રમતો રમી, અનુભવો વહેંચ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment