Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    LCB પોલીસે 1.39 કરોડનો દારૂ ઝડપ્યો:જામનગર હાઈવે પર ટ્રકમાંથી 29,243 બોટલ જપ્ત

    2 days ago

    જામનગર LCB પોલીસે આંતરરાજ્ય દારૂના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જામનગર-રાજકોટ હાઈવે પર જાંબુડા ગામના પાટિયા પાસેથી પોલીસે ફિલ્મી ઢબે વોચ ગોઠવીને એક બંધ બોડીના ટ્રકમાંથી ₹1.39 કરોડથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ ₹1.59 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. LCBના PSI એમ.વી. ભાટીયા અને તેમના સ્ટાફના દિલીપ તલાવડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, ઋષિરાજસિંહ વાળા, યુવરાજસિંહ ઝાલા અને મયુરસિંહ પરમારને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. પંચકોષી એ-ડિવિઝન પોલીસ મથકની હદમાં આવતા હાઈવે પર 'ભારત બેન્ઝ' કંપનીના ટ્રકની તલાશી લેતા, તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 29,243 બોટલો મળી આવી હતી. આ દારૂની બજાર કિંમત ₹1,39,78,800 આંકવામાં આવી છે. પોલીસે ટ્રક ચાલક રાજુભાઈ ઉર્ફે દેવો ખીમાભાઈ મોરી (રબારી) (ઉંમર 30, રહે. આદિત્યાણા ગામ, પોરબંદર)ને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ દારૂનો જથ્થો રાણાવાવના કરશન કાનાભાઈ કોડીયાતર અને ભાણવડના દુદાભાઈ દેવરાજભાઈ કોડીયાતરે મંગાવ્યો હતો. આ બંને મુખ્ય સૂત્રધારો અને દારૂ ભરી આપનાર અજાણ્યો શખ્સ ફરાર છે, જેમની શોધખોળ ચાલી રહી છે. આ રેઈડ દરમિયાન પોલીસે ₹1,39,78,800નો દારૂ, ₹20 લાખની કિંમતનો ટ્રક અને ₹5,000નો મોબાઈલ ફોન સહિત કુલ ₹1,59,84,800નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પંચકોષી એ-ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહીબીશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.આઈ. એમ.એન. શેખને સોંપવામાં આવી છે. જામનગર LCBની આ સફળ કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે દારૂનો આટલો મોટો જથ્થો કયા પરપ્રાંત રાજ્યમાંથી લાવવામાં આવ્યો હતો અને જામનગરમાં કોને સપ્લાય કરવાનો હતો. ફરાર આરોપીઓની ધરપકડ બાદ આ આંતરરાજ્ય નેટવર્કના વધુ ખુલાસા થવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    GIDC-2 માં પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ::જૂનાગઢ GIDC માં પ્લાસ્ટિકના કારખાનામાં શોર્ટ સર્કિટથી ભભૂકી આગ; ઉદ્યોગકારોની સુરક્ષા માટે GIDC માં અલાયદા ફાયર સ્ટેશનની માગ તેજ થઈ.
    Next Article
    ‘This isn’t a flex’: Suzanne Bernert slams Deepika Padukone’s response to ‘silent treatment’ over Ranveer Singh’s Dhurandhar 2

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment