Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નલીયા પોલીસના એલ્યુમિનિયમ ચોરી કેસમાં ચાર શખ્સ ઝડપાયા:LCBએ 1,000 કિલો વાયર અને લોડીંગ વાહન કબજે કર્યાં, કુલ મુદ્દામાલની કિંમત રૂ.3.50 લાખ

    एक दिन पहले

    પશ્ચિમ કચ્છ LCBએ નલીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એલ્યુમિનિયમ વાયરની ચોરીના કેસમાં ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, તેમની પાસેથી આશરે 1,000 કિલોગ્રામ વાયર અને એક લોડીંગ વાહન મળી કુલ રૂ.3.50 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. બાતમી મુજબ, સુમરાસર (શેખ) ગામનો ભીલાલ ઓસ્માણ બાયડ અને અન્ય શખ્સો તેરા ગામ તરફથી સફેદ અશોક લેલન લોડીંગ વાહન નંબર GJ-12-BT-8570માં એલ્યુમિનિયમ વાયરના ગુચ્છા ભરી ભુજ તરફ જઈ રહ્યા હતા. વાયર ચોરી કે છળકપટથી મેળવ્યા હોવાની માહિતીના આધારે LCBએ વાહન અટકાવી તપાસ કરી હતી. તેમાં એલ્યુમિનિયમના વાયર મળ્યા હતા. પોલીસે જણાવ્યું કે પૂછપરછ દરમિયાન ચારેય શખ્સોએ નલીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એલ્યુમિનિયમ ચોરીના ગુનામાં સંડોવણી કબૂલી હતી. પોલીસે ભીલાલ ઓસ્માણ બાયડ (ઉં.વ. 30), સોયબ સુલેમાન સમેજા (ઉં.વ. 26), અકબર ઓસ્માણ બાયડ (ઉં.વ. 22) અને એઝાઝ સુમરા આગા (ઉં.વ. 19)ની અટકાયત કરી છે. ચારેય સુમરાસર (શેખ), તાલુકો ભુજના રહેવાસી છે. પોલીસે આશરે રૂ.1.50 લાખની કિંમતના 1,000 કિલોગ્રામ એલ્યુમિનિયમના વાયર અને રૂ.2 લાખનું લોડીંગ વાહન કબજે કર્યું છે. નલીયા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 303(2) મુજબ નોંધાયો હતો.
    Click here to Read More
    Previous Article
    ઉત્તરાખંડના દિલધડક ટનલ રેસ્ક્યૂ પર બનશે વેબ સિરીઝ:તબ્બુ લીડ રોલ ભજવશે, 41 શ્રમિકો 17 દિવસ સુધી ટનલમાં ફસાયા હતા; આમિર પણ બનાવી રહ્યો છે ફિલ્મ
    Next Article
    રાજકોટના વીંછીયામાંથી ઝડપાઈ ગાંજાની ખેતી:ખેડૂતે આર્થિક ભીંસ દૂર કરવા છાસિયા ગામે 5 વીઘા જમીન પર તુવેર અને મકાઈની આડમાં રૂ.3.52 કરોડનો 700 કિલોથી વધુ ગાંજો વાવ્યો'તો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment