Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉત્તરાખંડના દિલધડક ટનલ રેસ્ક્યૂ પર બનશે વેબ સિરીઝ:તબ્બુ લીડ રોલ ભજવશે, 41 શ્રમિકો 17 દિવસ સુધી ટનલમાં ફસાયા હતા; આમિર પણ બનાવી રહ્યો છે ફિલ્મ

    1 day ago

    ઉત્તરાખંડના સિલક્યારા ટનલ રેસ્ક્યૂ ઓપરેશનની વાર્તા હવે વેબ સિરીઝના માધ્યમથી દર્શકો સુધી પહોંચશે. YRF (યશ ચોપડા) એન્ટરટેઇનમેન્ટની નેટફ્લિક્સ સિરીઝ ‘ટનલ મેન’માં બોલિવૂડ એક્ટ્રેસ તબ્બુ લીડ રોલમાં જોવા મળશે. આ પહેલીવાર હશે, જ્યારે તબ્બુ કોઈ હિન્દી ઓરિજિનલ સ્ટ્રીમિંગ સિરીઝમાં કામ કરશે. ‘ટનલ મેન’ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવશે. આ સિરીઝ 2023માં ઉત્તરકાશીની સિલક્યારા-બડકોટ ટનલમાં થયેલા રેસ્ક્યૂ ઓપરેશનની ઘટનાઓ અને તેનાથી જોડાયેલી માનવીય ભાવનાઓથી પ્રેરિત એક કાલ્પનિક ડ્રામા હશે. નવેમ્બર 2023માં સિલક્યારા ટનલનો એક ભાગ ધરાશાયી થતાં 41 મજૂરો અંદર ફસાઈ ગયા હતા. તેમને સુરક્ષિત બહાર કાઢવા માટે 17 દિવસ સુધી પડકારજનક રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. દેશ-વિદેશની એજન્સીઓ અને નિષ્ણાતોની મદદથી તમામ મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા. ‘ટનલ મેન’માં આ અભિયાન દરમિયાન જોવા મળેલી ધીરજ, ટીમવર્ક, હિંમત અને આશાની કહાનીને પડદા પર રજૂ કરવામાં આવશે. ત્રણ દાયકાથી પણ વધુ લાંબી છે તબ્બુની કારકિર્દી તબ્બુએ ત્રણ દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં હિન્દી ઉપરાંત પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ‘માચિસ’ અને ‘ચાંદની બાર’માં એક્ટિંગ માટે તેને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો મળ્યા. જ્યારે ‘મકબૂલ’, ‘હૈદર’ અને ‘અંધાધુન’ જેવી ફિલ્મોમાં તેના અભિનયની પ્રશંસા થઈ. તે મીરા નાયરની ફિલ્મ ‘ધ નેમસેક’, આંગ લીની ‘લાઇફ ઑફ પાઇ’ અને સીરિઝ ‘ડ્યૂન: પ્રોફેસી’માં પણ જોવા મળી ચૂકી છે. ‘ધ રેલવે મેન’નું ડિરેક્શન કરી ચૂકેલા શિવ રવૈલ ‘ટનલ મેન’ના શૉરનર તરીકે પરત ફરી રહ્યા છે. આ સીરિઝ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. વાયઆરએફ એન્ટરટેઇનમેન્ટના સીઈઓ અક્ષય વિધાનીના નેતૃત્વ હેઠળ હેડ ઑફ કન્ટેન્ટ બનેલા સૌગતા મુખર્જીનો આ પહેલો પ્રોજેક્ટ છે. મુખર્જી અગાઉ ‘સ્કેમ 1992’, ‘મહારાણી’, ‘તબ્બર’ અને ‘રૉકેટ બૉયઝ’ જેવી ચર્ચિત સીરિઝ સાથે જોડાયેલા રહ્યા છે. આમિર ખાન પણ બનાવી રહ્યો છે સિલક્યારા રેસ્ક્યુ પર ફિલ્મ સિલક્યારા રેસ્ક્યુ ઓપરેશન પર આ પહેલાં આમિર ખાન પ્રોડક્શન્સે ‘સિલક્યારા 41’ નામથી ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. ફિલ્મનું ડિરેક્શન કબીર ખાન કરશે. તેનું નિર્માણ આમિર ખાન પ્રોડક્શન્સ, ઓસ્ટ્રેલિયાની માઇન્ડ બ્લોઇંગ ફિલ્મ્સ અને કબીર ખાન ફિલ્મ્સ મળીને કરશે. ફિલ્મમાં 17 દિવસ સુધી સુરંગમાં ફસાયેલા રહેલા 41 મજૂરોને બચાવવાના અભિયાનને દર્શાવવામાં આવશે. તેમાં ઓસ્ટ્રેલિયન સુરંગ નિષ્ણાત પ્રોફેસર અર્નોલ્ડ ડિક્સની ભૂમિકાને પણ મહત્વ આપવામાં આવશે. ફિલ્મની સ્ક્રિપ્ટ ઓસ્ટ્રેલિયન લેખક એન્ડ્રુ અનાસ્ટાસિયોએ લખી છે. હવે વાંચો કે ઓપરેશન કેવી રીતે પૂર્ણ થયું હતું 12 નવેમ્બર 2023 આખા દેશમાં દિવાળી ઉજવવાની તૈયારીઓ ચાલી રહી હતી, પરંતુ ત્યારે જ સવારે લગભગ સાડા 5 વાગ્યે ઉત્તરકાશીમાં બની રહેલી સિલક્યારા-બડકોટ ટનલની અંદર અચાનક એક ભાગ ધરાશાયી થયો. ચારધામ ઑલ વેધર રોડ પરિયોજના હેઠળ બની રહેલી આ સુરંગના સિલક્યારા છેડાથી લગભગ 200 મીટર અંદર કાટમાળ ભરાઈ ગયો અને તેની બીજી તરફ કામ કરી રહેલા 41 મજૂરો ફસાઈ ગયા. થોડી જ મિનિટોમાં સ્પષ્ટ થઈ ગયું કે, આ કોઈ સામાન્ય અકસ્માત નથી. સુરંગની અંદર જમા થયેલો કાટમાળ, નબળી ભૂગર્ભીય રચના અને મર્યાદિત પહોંચને કારણે સ્થિતિ અત્યંત મુશ્કેલ બની ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પ્રશાસન, NHIDCL, SDRF, NDRF, પોલીસ અને અન્ય એજન્સીઓ સક્રિય થઈ ગઈ. પ્રારંભિક કલાકોમાં સૌથી મોટી ચિંતા એ હતી કે મજૂરો જીવિત છે કે નહીં. રાહતના પ્રથમ સમાચાર ત્યારે મળ્યા જ્યારે સુરંગની અંદરથી સંકેતો મળ્યા કે તમામ મજૂરો સુરક્ષિત છે. ત્યારબાદ તેમને ભોજન, પાણી, ઑક્સિજન અને દવાઓ પહોંચાડવા પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. અકસ્માતના બીજા દિવસે સીએમ ધામી પહોંચ્યા આ દુર્ઘટના બાદ સીએમ પુષ્કર સિંહ ધામીએ તેને રાજ્યની સર્વોચ્ચ પ્રાથમિકતા જાહેર કરી. બીજા જ દિવસે તેઓ સિલક્યારા પહોંચ્યા અને સ્થળ પર ચાલી રહેલા બચાવ કાર્યની સમીક્ષા કરી. તેમણે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી કે કોઈપણ સ્તરે સંસાધનોની અછત ન થવા દેવામાં આવે. બચાવ અભિયાન દરમિયાન સીએમ સતત ઉત્તરકાશી, દેહરાદૂન અને દિલ્હી વચ્ચે સંકલન જાળવી રહ્યા. કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્ક જાળવવામાં આવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે અભિયાનની માહિતી લેતા રહ્યા અને જરૂરી સંસાધનો તાત્કાલિક ઉપલબ્ધ કરાવવાના નિર્દેશ આપ્યા. આ ઘટના એટલી મોટી હતી કે ઉત્તરકાશીથી લઈને દિલ્હી સુધી સમગ્ર વહીવટીતંત્ર એલર્ટ મોડ પર આવી ગયું. રાજ્ય સરકારે તબીબી સુવિધાઓથી લઈને લોજિસ્ટિક સપોર્ટ સુધીની તમામ વ્યવસ્થા પહેલેથી જ તૈયાર રાખી હતી. મજૂરોને બહાર લાવવામાં આવે તે પહેલાં જ 41 એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી હતી. ચિન્યાલીસૌડમાં વિશેષ તબીબી વોર્ડ બનાવવામાં આવ્યો. એમ્સ ઋષિકેશને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું. પરિવારોના રહેવા, જમવા અને નિયમિત માહિતીની વ્યવસ્થા પણ વહીવટીતંત્રે સંભાળી. સુરંગની બહાર રાહ, અંદર આશા આ સમગ્ર રેસ્ક્યૂ અભિયાનનું સૌથી માનવીય પાસું તે 41 મજૂરોની કહાની હતી, જેઓ સુરંગની અંદર ફસાયા હતા. શરૂઆતમાં સાંકડી પાઇપલાઇન દ્વારા ઑક્સિજન પહોંચાડવામાં આવ્યું. બાદમાં ભોજન, દવાઓ, સૂકા મેવા અને અન્ય જરૂરી સામાન મોકલવામાં આવવા લાગ્યો. મજૂરો સાથે સંપર્ક થયા બાદ તેમને જણાવવામાં આવ્યું કે બહાર હજારો લોકો તેમની સુરક્ષિત વાપસી માટે પ્રયાસ કરી રહ્યા છે. થોડા દિવસો બાદ કેમેરા દ્વારા પહેલી વાર તેમની તસવીરો સામે આવી. આ તસવીરોએ સમગ્ર દેશને રાહત આપી. મજૂરોને મોબાઇલ ફોન, ચાર્જિંગની વ્યવસ્થા અને ટાઇમપાસ માટે કેટલીક ગેમ્સ પણ આપવામાં આવી, જેથી તેમનું મનોબળ જળવાઈ રહે. નિષ્ણાતો સતત તેમને માનસિક રીતે મજબૂત રાખવાનો પ્રયાસ કરતા રહ્યા. એક સમય એવો પણ આવ્યો, જ્યારે મશીનો હાર માનવા લાગી બચાવ કામગીરીનો પ્રથમ મોટો તબક્કો કાટમાળની વચ્ચેથી પાઇપ નાખીને રસ્તો બનાવવાનો હતો. આ માટે ભારે ક્ષમતા ધરાવતી ઑગર મશીનો લગાવવામાં આવી. મશીનોએ અનેક મીટર સુધી ડ્રિલિંગ કર્યું, પરંતુ સુરંગની અંદર રહેલા સ્ટીલ, સળિયા અને અન્ય અવરોધોને કારણે કામ વારંવાર પ્રભાવિત થતું રહ્યું. ઘણી વાર એવું લાગ્યું કે ઓપરેશન લાંબું ચાલી શકે છે. મશીનો ફસાઈ જવા અને તકનીકી સમસ્યાઓના કારણે બચાવકર્મીઓની ચિંતા વધી ગઈ. પરંતુ અહીં ઉત્તરાખંડ અને કેન્દ્ર સરકારની બહુ-એજન્સી વ્યૂહરચના કામ આવી. એક યોજના અટકતી તો બીજી સક્રિય કરી દેવામાં આવતી. હોરિઝોન્ટલ ડ્રિલિંગની સાથે-સાથે વર્ટિકલ ડ્રિલિંગ અને વૈકલ્પિક માર્ગો પર પણ એકસાથે કામ ચાલુ રાખવામાં આવ્યું. છેલ્લા 10 મીટર અને રેટ-હોલ માઇનર્સની એન્ટ્રી જ્યારે ભારે મશીનો અંતિમ તબક્કામાં અપેક્ષા મુજબ કામ કરી શક્યાં નહીં અને આ ઓપરેશન લાંબું ખેંચાતું રહ્યું, ત્યારે સીએમ ધામીએ એક અસાધારણ નિર્ણયને મંજૂરી આપી. તેમાં મશીન નહીં, પરંતુ રેટ-હોલ માઇનર્સને બોલાવવામાં આવ્યા. અત્યંત સાંકડી જગ્યાઓમાં હાથ વડે ખોદકામ કરવામાં નિષ્ણાત આ લોકોએ અભિયાનની દિશા બદલી નાખી. તેઓ પાઇપની અંદર ઘૂસીને કાટમાળને હાથ વડે હટાવવા લાગ્યા. આ કામ જોખમી હતું, પરંતુ આ જ પગલાએ સફળતાનો માર્ગ ખોલ્યો. કલાકોની મહેનત બાદ અંતિમ અવરોધ દૂર કરવામાં આવ્યો અને 28 નવેમ્બર 2023ના રોજ તે ક્ષણ આવી, જેની આખો દેશ રાહ જોઈ રહ્યો હતો. આ જ મોડેલ BRICS મંચ સુધી પણ પહોંચ્યું આ વર્ષે જૂનના પ્રથમ અઠવાડિયામાં ઓડિશાના પુરીમાં આયોજિત BRICS DRR બેઠકમાં જ્યારે ઉત્તરાખંડનું મોડેલ વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવ્યું, ત્યારે સિલ્ક્યારા બચાવ કામગીરીને સૌથી મહત્વપૂર્ણ ઉદાહરણ તરીકે રજૂ કરવામાં આવી. પ્રતિનિધિઓને જણાવવામાં આવ્યું કે કેવી રીતે ઉત્તરકાશીની સુરંગમાં 41 મજૂરો ફસાયા બાદ રાજ્ય અને કેન્દ્રની અનેક ટીમોએ સાથે મળીને 17 દિવસ સુધી સતત કામ કર્યું અને તમામ મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા.
    Click here to Read More
    Previous Article
    વૈભવ સૂર્યવંશી વિના બિહારે દિલ્હીને હરાવ્યું:મુશ્તાક અલી ટ્રોફીમાં સતત બીજી જીત; બંગાળે ઝારખંડને હરાવ્યું
    Next Article
    નલીયા પોલીસના એલ્યુમિનિયમ ચોરી કેસમાં ચાર શખ્સ ઝડપાયા:LCBએ 1,000 કિલો વાયર અને લોડીંગ વાહન કબજે કર્યાં, કુલ મુદ્દામાલની કિંમત રૂ.3.50 લાખ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment