Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં મહિલા મેનોપોઝ અને કેન્સર જાગૃતિ કાર્યક્રમ યોજાયો:આંતરરાષ્ટ્રીય મહિલા દિને KP ફાઉન્ડેશન અને શિક્ષણ સમિતિનો સંયુક્ત ઉપક્રમ

    1 week ago

    સુરતના સંજીવકુમાર ઓડિટોરીયમ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે "મહિલા મેનોપોઝ અને કેન્સર જાગૃતિ કાર્યક્રમ" યોજાયો હતો. આ કાર્યક્રમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત અને KP હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના મુખ્ય શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆતમાં KP ગ્રૂપના સ્થાપક ચેરમેન ફારૂકભાઈ પટેલને યાદ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના વિશિષ્ટ મહેમાન તરીકે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત હાજર રહ્યા હતા. તેમણે KP હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા મહિલાઓના આરોગ્ય અંગે કરાયેલી આ પહેલને સરાહનીય ગણાવી હતી. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલનો શુભેચ્છા સંદેશ પણ વાંચવામાં આવ્યો હતો. આ પ્રસંગે રંજનાબેન ગોસ્વામી, પૂર્વ મેયર હેમાલીબેન બોઘાવાલા, સભ્ય અનુરાગભાઈ કોઠારી, ઇન્ચાર્જ ઉપશાસનાધિકારી શ્રીમતી રાગીનીબેન દલાલ અને ભદ્રા જોષી પણ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન, ડૉ. અમીબેન યાજ્ઞિક અને તેમની ટીમ દ્વારા મહિલાઓના આરોગ્ય વિષય પર, ખાસ કરીને મેનોપોઝ સંબંધિત, મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન KP હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    કડીમાં હરે કૃષ્ણ કેન્દ્રનો બૃહદ સંકીર્તન મહોત્સવ:7 બસ્તીઓમાં ભગવદ ગીતા અને પ્રસાદનું વિતરણ કરાયું
    Next Article
    ભારે તાપને લઈને સિવિલ હોસ્પિટલ સજજ:રાજકોટમાં હિટસ્ટ્રોકનાં દર્દીઓ માટે 20 બેડનો ખાસ વોર્ડ ઉભો કરાયો, 5 અનુભવી તબીબો તેમજ નર્સિંગ સ્ટાફ ખડેપગે રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment