Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચુડાની KGBV શાળામાં ફૂડ પોઈઝનિંગ મામલે વિદ્યાર્થી સંગઠનોમાં રોષ:ABVP દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ

    11 hours ago

    ચુડા તાલુકા સ્થિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV) ની હોસ્ટેલમાં દૂષિત ભોજનના કારણે અનેક વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ થયું હતું. આ ઘટના બાદ વિદ્યાર્થી સંગઠનોમાં રોષ જોવા મળ્યો છે. આ મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ABVP એ જવાબદારો સામે તટસ્થ તપાસની માંગ કરી છે. ABVP એ હોસ્ટેલ પ્રશાસન અને ભોજન કોન્ટ્રાક્ટરની બેદરકારીની ટીકા કરી છે. તેમણે સંબંધિત કોન્ટ્રાક્ટ કાયમી ધોરણે રદ કરીને એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી છે. આ ઉપરાંત, ABVP એ જિલ્લાની તમામ શાળાઓમાં ભોજનની ગુણવત્તાનું આકસ્મિક નિરીક્ષણ કરવાની પણ માંગ કરી છે. વિદ્યાર્થી સંગઠને ચેતવણી ઉચ્ચારી છે કે જો તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો તેઓ ઉગ્ર આંદોલન કરશે. ચુડાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં 147 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ખાતે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય-KGBVમાં ફૂડ પોઇઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. ગઇકાલે 16 જુલાઇએ વિદ્યાલયમાં અભ્યાસ કરતી કુલ 215 વિદ્યાર્થિનીઓએ રાત્રે ભોજનના ખીર ખાધી હતી. ત્યારબાદ આજે 17 જુલાઇએ સવારે 147 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી. (સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહિં ક્લિક કરો)
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં સમર્થ શિક્ષણ સંમેલન યોજાયું:16 શિક્ષકોને આંતરિક ફેરબદલીનો લાભ મળ્યો, પરિણામોનું વિશ્લેષણ
    Next Article
    પંચમહાલમાં 2 વર્ષના બાળકનું સાપ કરડવાથી મોત:ઘોઘંબાના બોર પીપરીયા ગામે સૂતેલા બાળકને ડંખ માર્યો, ટૂંકી સારવાર બાદ મોત, પરિવારમાં શોકનો માહોલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment