Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    KAS પરિવારના ગરબા મહોત્સવમાં કોર્પોરેટરો અને રોટેરિયન્સનું સન્માન:પાટણની કૃષ્ણપાર્ક, અવધૂત અને શ્રીકુંજ સોસાયટીના ખેલૈયાઓએ અવનવી વેશભૂષા સાથે રંગ જમાવ્યો

    7 hours ago

    પાટણના રેલવે નાળા વિસ્તારની કૃષ્ણપાર્ક, અવધૂત અને શ્રીકુંજ સોસાયટી (KAS પરિવાર) દ્વારા નવરાત્રિ નિમિત્તે ગરબા મહોત્સવનું આયોજન કરાયું. ત્રણેય સોસાયટીના રહીશો વર્ષોથી એક પરિવારની જેમ તહેવારો ઉજવે છે. આ ગરબા મહોત્સવમાં પાટણ નગરપાલિકાના કોર્પોરેટરો અને રોટરી ક્લબના અગ્રણીઓનું સન્માન કરાયું. KAS પરિવારના રહીશ ડો. બાબુભાઈ પ્રજાપતિ કોર્પોરેટર બનતા તેમને વિશેષ મહેમાન તરીકે આમંત્રિત કરાયા હતા. પાટણ શહેર ભાજપ પ્રમુખ હર્ષભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ, કારોબારી ચેરમેન નીલમભાઈ પટેલ અને અન્ય કોર્પોરેટરોનું સન્માન થયું. રોટરી ક્લબ પાટણના પ્રમુખ શૈલેષભાઈ સોની સહિતના રોટેરિયન્સ પણ હાજર રહ્યા. ખેલૈયાઓએ વિવિધ આકર્ષક વેશભૂષા ધારણ કરીને ગરબે ઘૂમી રંગ જમાવ્યો. અનોખી વેશભૂષાવાળા ખેલૈયાઓને રોટરી ક્લબ દ્વારા ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા. આ પ્રયાસથી પરંપરાગત શેરી ગરબાની સંસ્કૃતિને પ્રોત્સાહન મળ્યું. આ ગરબા મહોત્સવે સામાજિક એકતા અને ભાઈચારા સાથે નવરાત્રિની ઉજવણીનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું.
    Click here to Read More
    Previous Article
    Dhruv Rathee Bailable Warrant: BJP IT Cell से जुड़े इस मामले में फंसे ध्रुव राठी। Delhi Saket Court
    Next Article
    મોરબીમાં ચોરી થયેલા 17.24 લાખના દાગીના મૂળ માલિકને પરત:એસપી મુકેશ પટેલના હસ્તે પરત કરાયા, સોની સમાજે પોલીસનું સન્માન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment