Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે ઝારખંડ વિધાનસભાનો ઘેરાવ કરશે વિદ્યાર્થીઓ:પોલીસે બેરિકેડિંગ કર્યુ, વોટર કેનન તહેનાત; JSSC-CGL રદ કરવા અને CBI તપાસની માંગ

    9 hours ago

    ઝારખંડમાં PSC-SSCમાં ગેરરીતિને લઈને વિદ્યાર્થીઓનું 17 દિવસથી પ્રદર્શન ચાલુ છે. વિદ્યાર્થીઓ આજે રાંચીના મોરાબાદી મેદાનથી વિધાનસભાનો ઘેરાવ કરશે. મોડી રાતથી જ લગભગ 5000થી વધુ વિદ્યાર્થીઓ જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમમાં પહોંચ્યા છે. વિદ્યાર્થીઓને રોકવા માટે પોલીસ-પ્રશાસને મોટી તૈયારી કરી છે. ઠેર ઠેર કાંટાળા તાર લગાવવામાં આવ્યા છે. પોલીસે BNSની કલમ 163 લાગુ કરી દીધી છે. ત્રણ સ્તરની સુરક્ષા તહેનાત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના પ્રદર્શન સ્થળથી લઈને ઠેર ઠેર CCTV કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. વિધાનસભાના મુખ્ય ગેટ પર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. પરિસરના 2 કિમીના વિસ્તારમાં વોટર કેનનની ગાડીઓ ઊભી છે. અન્ય જિલ્લાઓમાંથી પણ પોલીસ દળને બોલાવવામાં આવ્યું છે. વિદ્યાર્થી આંદોલન સંબંધિત ફોટા JSSC-CGL પરીક્ષા રદ કરવા અને CBI તપાસ પર સહમતિ ન સધાઈ રવિવારે વિદ્યાર્થીઓ અને સરકાર વચ્ચે ત્રીજા રાઉન્ડની બેઠક યોજાઈ હતી. સરકારે દાવો કર્યો હતો કે વિદ્યાર્થીઓની લગભગ 98% માંગણીઓ સ્વીકારી લેવામાં આવી છે. સરકારે JPSC-PT પરીક્ષા રદ કરવા સંમતિ દર્શાવી છે. જોકે, JSSC-CGL પરીક્ષા રદ કરવા અને CBI તપાસ કરાવવા અંગે સહમતિ સધાઈ નથી. આયોગના 3 સભ્યોએ રાજીનામું આપ્યું આ દરમિયાન JPSCમાં મોટો વહીવટી ફેરફાર પણ સામે આવ્યો છે. આયોગના ત્રણ સભ્યો-અજીતા ભટ્ટાચાર્ય, જમીલ અહેમદ અને અનિમા હાંસદાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ત્રણેય સભ્યોએ પોતાનું રાજીનામું રાજ્યપાલને મોકલી આપ્યું હતું, જેને રાજ્યપાલે મંજૂર કરી લીધું છે. આ પહેલા 22 જુલાઈએ JPSCના ચેરપર્સન એલ. ખિયાંગ્તે પણ રાજીનામું આપી ચૂક્યા હતા. હાલમાં, JPSCની ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિના આરોપોની CID તપાસ કરી રહી છે. આ જ સિલસિલામાં આયોગના સભ્યોની પૂછપરછ કરવામાં આવી રહી છે. હવે 10 ઓગસ્ટે ડો. અજીતા ભટ્ટાચાર્યની પૂછપરછ થવાની છે.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સમાં 100 અંકથી વધુનો વધારો:78,600 પર ટ્રેડિંગ, નિફ્ટી પણ 50 અંક ચઢ્યો; ઓટો અને બેન્કિંગ શેરોમાં વધુ ખરીદી
    Next Article
    રેગિંગે ડૉ. હર્ષ પંડ્યાનો જીવ લીધો:સુરત નવી સિવિલમાં 4 સિનિયર ડૉક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ, રહસ્યમય આપઘાત મામલે મોટો ખુલાસો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment