Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં 'JOSH-ટીબી મુક્ત ભારત ટીમ'નું લોન્ચિંગ:સાબરકાંઠામાં 70 ગ્રામ પંચાયતો ટીબી મુક્ત જાહેર;કલેક્ટરની અધ્યક્ષતામાં સન્માન

    7 hours ago

    સાબરકાંઠાના હિંમતનગરમાં કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની ગરિમામય ઉપસ્થિતિમાં 'JOSH–ટીબી મુક્ત ભારત ટીમ'નું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે 'ટીબી મુક્ત પંચાયત' સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ટીબી મુક્ત ગ્રામ પંચાયતોના સરપંચો, ટીબી વિજેતાઓ અને નિક્ષય મિત્રોને જિલ્લા તંત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. જનભાગીદારી વધારવા ખાસ ટીમોની રચના ભારત સરકારના વિવિધ મંત્રાલયોના સહયોગથી શરૂ કરાયેલા આ અભિયાન હેઠળ હિંમતનગરમાં પણ જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રાજ સુતરીયાએ દેશને ટીબી મુક્ત બનાવવા જનભાગીદારી અત્યંત જરૂરી હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું. જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ફાલ્ગુનીબેન પરમારે ઉમેર્યું કે સાબરકાંઠાના દરેક તાલુકામાં ખાસ ટીમો બનાવવામાં આવી છે, જેમાં વર્ગ-1ના અધિકારીઓ, માય ભારત સ્વયંસેવકો અને NCC કેડેટ્સ જોડાયા છે. આ ટીમો જનજાગૃતિ ફેલાવીને નાબૂદી અભિયાનને સઘન બનાવશે. સાબરકાંઠાની 70 પંચાયતો ટીબી મુક્ત તંત્રની સફળ કામગીરીના પરિણામે સાબરકાંઠા જિલ્લામાં વર્ષ 2025 દરમિયાન કુલ 70 ગ્રામ પંચાયતો ટીબી મુક્ત જાહેર થઈ છે. જેમાં તલોદ તાલુકાની 24, વિજયનગરની 1, હિંમતનગરની 15, ઈડરની 13, પ્રાંતિજની 13 અને વડાલી તાલુકાની 4 ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. આ સફળતાને આગળ ધપાવવા આરોગ્ય વિભાગ વધુ આક્રમક આયોજન કરી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    Nobel Peace Prize for head of UN commission that found Israel committed genocide in Gaza
    Next Article
    સુરેન્દ્રનગરમાં 'બેઠક 2.0 - ઝાલાવાડની વાતો' કાર્યક્રમ યોજાયો:કલાકારોએ ગીતો, દુહા અને છંદથી ઝાલાવાડની સંસ્કૃતિ ઉજાગર કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment