Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    JEE મેઈન:અરજી ફોર્મ ભરતાં પહેલાં ડિજીલોકર પર આધાર રી-KYC જરૂરી

    11 hours ago

    નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા JEE મેઈન 2027 સેશન 1ના ઉમેદવારો માટે મહત્વની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. NTAએ સલાહ આપી છે કે વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી ફોર્મ ભરતાં પહેલાં ડિજીલોકર દ્વારા પોતાની આધાર રી-KYC પ્રક્રિયા પૂર્ણ કરી લે. જેથી ઓળખ ચકાસણી અને બાયોમેટ્રિક ડેટામાં કોઈ મુશ્કેલી ન સર્જાય. અરજીમાં વિદ્યાર્થીનું નામ અને જન્મતારીખ ધોરણ 10ના સર્ટિફિકેટ મુજબ જ હોવા જરૂરી છે. સેશન 1ની પરીક્ષા જાન્યુઆરી 2027માં યોજાશે. NTAની એડવાઈઝરી મુજબ ઉમેદવારોએ ડિજીલોકર, જનપરિચય કે ઈ-પ્રમાણ (MeriPehchaan)માં પોતાના જ લોગિન ક્રેડેન્શિયલ વાપરવા જોઈએ. JEE મેઈન 2027 સેશન 1 માટેનું આવેદન ફોર્મ સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર ઉપલબ્ધ છે. ફોર્મ ભરતી વખતે વ્યક્તિગત માહિતીનું ખાસ ધ્યાન રાખવું પડશે. ફોર્મમાં ભરેલું નામ અને જન્મતારીખ ધોરણ 10ના સર્ટિફિકેટ કે માર્કશીટ સાથે મેળ ખાવા જરૂરી છે. અરજી સબમિટ કરતાં પહેલાં વિગતો ચકાસી લેવાની સલાહ અપાઈ છે. JEE મેઈન 2027ની પરીક્ષા 2 સેશનમાં લેવાશે જેમાં સેશન 1 જાન્યુઆરી-2027 અને સેશન 2 એપ્રિલ-2027માં લેવાશે. વિદ્યાર્થીઓએ અરજી ફોર્મ ભરતા પહેલાં જરૂરી માહિતી માટે NTAની વેબસાઇટ તપાસી લેવી જરૂરી છે. કામની વાત | ડિજીલોકર પર વિદ્યાર્થીઓ આવી રીતે આધાર રી-KYC કરી શકશે 1. ડિજીલોકર એકાઉન્ટમાં સાઈન ઇન કરો. 2. Issued Documents સેક્શનમાં જઈને આધાર કાર્ડ શોધો. 3. આધાર પાસે આપેલા 3 ડોટ વાળા મેન્યૂ પર ક્લિક કરી ‘Refresh’ વિકલ્પ પસંદ કરો. 4. સ્ક્રીન પર આપેલી સહમતિ વાંચીને પ્રમાણીકરણની પરવાનગી આપો. 5. રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલો OTP દાખલ કરો. 6. વેરિફિકેશન સફળ થવા સુધી રાહ જુઓ. 7. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અન્ય જરૂરી દસ્તાવેજો પણ રિફ્રેશ કરી લો.
    Click here to Read More
    Previous Article
    વેપારી અને તેના મિત્રનું અપહરણ:6 શખ્સે પાનની દુકાનેથી વેપારી, મિત્રને ઉઠાવી ઘંટેશ્વર પાસે માર માર્યો
    Next Article
    Couple Rescued From Irish Beach After Rising Tide Traps Them On Rocks

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment