Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    JEE રિઝલ્ટમાં જ્ઞાનમંજરી વિદ્યાપીઠનો દબદબો:ઓલ ઇન્ડિયા ટોપ 500 માં 7 વિદ્યાર્થીઓ, 130 માંથી 124 વિદ્યાર્થીઓ એડવાન્સ્ડ માટે ક્વોલિફાય

    13 hours ago

    રાષ્ટ્રીય સ્તરની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા JEE સેશન-2 ના પરિણામોમાં ભાવનગરની જ્ઞાનમંજરી વિદ્યાપીઠનો દબદબો જોવા મળ્યો હતો, જેમાં પરિણામોના તમામ જુના રેકોર્ડ તોડીને નવો ઇતિહાસ રચ્યો છે, ​સંસ્થાની સચોટ શિક્ષણ પદ્ધતિ અને વિદ્યાર્થીઓની અથાક મહેનતનું જ પરિણામેં પરીક્ષા આપનાર 130 પૈકી 124 જેટલા વિદ્યાર્થીઓએ JEE એડવાન્સ માટે ક્વોલિફાય થઈને રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું નામ રોશન કર્યું છે, તેમજ ઓલ ઇન્ડિયા ટોપ 500 વિદ્યાર્થીઓ માંથી જ્ઞાનમંજરીના 7 વિદ્યાર્થીઓ બાજી મારી હતી. 'હું રોજની 11 થી 12 કલાક મહેનત કરતો હતો' મોરી જયવીરસિંહએ જણાવ્યું હતું કે, JEE મેઇન્સમાં 99.73 પર્સન્ટાઇલ આવ્યા છે, જેમાં રોજની 11 થી 12 કલાક મહેનત કરતો હતો અને આનું શ્રેય હું ભગવાનને, મારા વાલીઓને અને GNM ના શિક્ષકોને આપીશ, અને આગળ બેસ્ટ IIT માં જવા માંગુ છું, મારો બીજા વિદ્યાર્થીઓને બસ એ જ સંદેશ છે કે બસ મહેનત કરતા રહો. આ બે વર્ષ છે, પછી જિંદગીમાં ઘણી મોજ છે. બસ અત્યારે આ બે વર્ષ સરખી રીતે કાઢી લો. મેં યુઝ્યુઅલી મેથ્સમાં તો વધારે પ્રેક્ટિસ જ કરતો હતો અને કેમેસ્ટ્રીમાં સ્પેસિફિકલી ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિકમાં થીયરી પોર્શન ઉપર વધારે ધ્યાન આપ્યું હતું. 'હું રિવિઝન ઓર્ગેનિકમાં બધી રીએક્શન જોઈ લેતી હતી' ભક્તિ પરમારએ જણાવ્યું હતું કે, JEE મેઈન્સમાં 99.61 પર્સન્ટાઈલ આવ્યા છે અને હું રિવિઝન ઓર્ગેનિકમાં બધી રીએક્શન જોઈ લેતી હતી, ફિઝિકલમાં બધા ફોર્મ્યુલા જોઈ લેતી હતી અને ઈનઓર્ગેનિકમાં NCERT અને જે મેં સરની નોટ્સ બનાવી હતી એ મેં પ્રિફર કરી હતી, મેથ્સમાં ફોર્મ્યુલા અને ફિઝિક્સમાં અમુક ક્વેશન્સ જે સારા લેવલના હોય એનું રિવિઝન, અમુકમાં શોર્ટકટ હોય એનું રિવિઝન અને અમુક બધી જે કાંઈ પણ ફોર્મ્યુલા હોય એનું રિવિઝન કર્યું હતું, કેમેસ્ટ્રીમાં વધારે, અને ક્વેશ્ચન પ્રેક્ટિસ તો મેથ્સ અને ફિઝિક્સ બેયમાં, આનો શ્રેય હું મારા માતા-પિતાને, ઈશ્વરને અને આ GNM ના સ્ટાફને આપીશ, આગળ એક સારા એન્જિનિયર... 'મમ્મી-પપ્પા અને ટીચરોનો સપોર્ટ સારો હતો' અન્ય વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, JEE માં 99.49 PR આવેલા છે અને હું ડેઇલીનું 12 થી 13 કલાકનું સ્ટડી કરતો હતો અને સ્કૂલમાં મોટાભાગનું સ્ટડી થઈ જતું હતું અને થોડું-ઘણું હોસ્ટેલે જઈને કરતો હતો, 2-3 કલાક અને મોસ્ટ ઓફ PYQs એ બધું સોલ્વ કરતો હતો અને સ્કૂલનો સહકાર સારો હતો અને મમ્મી-પપ્પા અને ટીચરોનો સપોર્ટ સારો હતો, 'આડાઅવળી મહેનત કરવાથી કંઈ જ હાંસલ નહીં થાય' યુગ સાચાણીએ જણાવ્યું હતું કે, JEE માં મારે 201 માર્ક છે એટલે કે 99.46 પર્સેન્ટાઇલ એનો સૌથી મોટો શ્રેય તો હું ભગવાનને જ આપીશ, આગળ તો મારે સ્ટાર્ટઅપ કરવાનો વિચાર છે, વિષયોમાં કેમેસ્ટ્રીમાં ફિઝિકલ કેમેસ્ટ્રી પર વધારે મહેનત કરવાની જરૂર હોય છે. કારણ કે એનું વેઇટેજ વધારે હોય છે, જ્યારે તમે શરૂઆત કરશો ત્યારે તમને એવું લાગશે કે આ અહીંથી કરું કે પેલું ત્યાંથી કરું. આમ આડાઅવળી મહેનત કરવાથી કંઈ જ હાંસલ નહીં થાય. કોઈ પણ એક વસ્તુ પકડો અને એને પરફેક્ટ કરો, એ જ તમને છેલ્લે સુધી લઈ જશે. 'સીએસમાં એડમિશન લેવા માંગુ છું' જેનીલ કાનાણીએ જણાવ્યું હતું કે, JEE માં 99.33 પર્સન્ટાઈલ આવ્યા છે અને ઓલ ઈન્ડિયા રેન્ક 10,708 છે, આ મારા માર્ક આ સંસ્થા દ્વારા અને મારા માતા-પિતા દ્વારા આવ્યા છે, આગળ એનઆઈટીમાં કે આઈઆઈટીમાં સીએસમાં એડમિશન લેવા માંગુ છું, કેમેસ્ટ્રી સ્કોરિંગ સબ્જેક્ટ હોય છે એટલે એમાં મહેનત કરવાની વધારે જરૂર છે. 'સિલેક્શન માટે કેમેસ્ટ્રી, ઇનઓર્ગેનિક, ઓર્ગેનિક ઈમ્પોર્ટન્ટ' રાજવીરસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે, JEE મેઇન્સમાં 99.31 પર્સન્ટાઇલ આવ્યા છે અને મેં મેથ્સમાં થોડી વધારે મહેનત કરી હતી. કારણ કે, એમાં રેન્ક લાવવા માટે વધારે ઈમ્પોર્ટન્ટ મેથ્સ છે અને સિલેક્શન માટે કેમેસ્ટ્રી, ઇનઓર્ગેનિક, ઓર્ગેનિક ઈમ્પોર્ટન્ટ છે. એમાં NCERT વધારે ઈમ્પોર્ટન્ટ થાય અને ફિઝિકલ કેમેસ્ટ્રીમાં પ્રેક્ટિસ જેટલી કરો એટલું ઈમ્પોર્ટન્ટ બને અને ફિઝિક્સમાંય તે પ્રેક્ટિસ જ તે અને મેથ્સમાં પ્રેક્ટિસ અને ઇનઓર્ગેનિક-ઓર્ગેનિકમાં NCERT જેટલી રીડ કરશો એટલો તમને ફાયદો થશે. '124 વિદ્યાર્થીઓ એડવાન્સ માટે ક્વોલિફાય થયા' આ અંગે ફાઉન્ડર ટ્રસ્ટી ઓફ જ્ઞાનમંજરીના એમ.એમ.નાકરાણીએ જણાવ્યું હતું કે, JEE સેશન-2નું રિઝલ્ટ 2026 માટેનું જાહેર થયું છે, જેમાં જ્ઞાનમંજરી વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ દર વર્ષે જે ઉત્તરોત્તર વધુને વધુ સારું પરિણામ મેળવતા જાય છે. એ મુજબ, ખૂબ જ શ્રેષ્ઠ પરિણામ સાથે જ્ઞાનમંજરી વિદ્યાપીઠ છે એના બાળકોએ શ્રેષ્ઠ પર્ફોર્મન્સ કર્યું છે. ​કુલ લગભગ 130 આજુબાજુ વિદ્યાર્થીઓ છે એ JEEની તૈયારી કરતા હતા, એમાંથી 124 વિદ્યાર્થીઓ છે એ એડવાન્સ માટે ક્વોલિફાય થયા છે અને વધારે ડિટેલમાં જોવા જઈએ તો 16 વિદ્યાર્થીઓ 99+ પર્સેન્ટાઇલ સાથે સમગ્ર ભાવનગર અને ગુજરાતની અંદર શ્રેષ્ઠ પરિણામ સાથે ઉત્તીર્ણ થયા છે. ​ઓવરઓલ 98 પર્સેન્ટાઇલ કે એના કરતા વધારે મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 54 છે. 97 કે એની કરતા વધારે પર્સેન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 109 છે, તો આ રીતે શ્રેષ્ઠ મેરિટ પણ ખરું. તમને મેરિટ વાઈઝ કહેવા જાવ તો, પહેલા 500 ઓલ ઈન્ડિયાની અંદર એમાં 7 વિદ્યાર્થીઓ છે, ટોપ 1000 ની અંદર 14 વિદ્યાર્થીઓ છે અને ટોપ 5000 ની અંદર 64 સ્ટુડન્ટ્સ છે. તો આ રીતે જ્ઞાનમંજરી વિદ્યાપીઠના મહેનત કરીને પરિણામ લાવનાર દરેક વિદ્યાર્થીઓને હું હાર્દિક અભિનંદન પાઠવું છું અને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવું છું સાથે સાથે સમગ્ર ટીમ જેમણે આ મહેનત કરી છે, અને આ બધા બાળકો ઉપરાંત બીજા બધા ભવિષ્યમાં આવનારા બાળકો છે એમને પણ આમાંથી પ્રેરણા મળે અને તેઓ ખૂબ ખૂબ આગળ વધે અને ભારતના ઘડતરની અંદર પોતપોતાનું યોગદાન આપે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.
    Click here to Read More
    Previous Article
    પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત:પ્રદ્યુમનનગર પોલીસે સુરતથી ગાંજો લાવેલા રીક્ષા ચાલકને 600ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી સપ્લાયરની શોધખોળ હાથ ધરી
    Next Article
    "Mallikarjun Kharge Brought Shame To Nation By Calling PM Modi A Terrorist": Amit Shah

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment