Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    JEE મેઈનમાં રાજકોટનો નિમય પુરોહિત ગુજરાતમાં ફર્સ્ટ:ઓલ ઈન્ડિયામાં 16મો રેન્ક મેળવ્યો; હવે IIT મુંબઈમાં કોમ્પ્યુટર સાયન્સ ભણવાનું લક્ષ્ય

    1 day ago

    ધોરણ-12 સાયન્સમાં A ગ્રૂપના વિદ્યાર્થીઓની એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની JEE (જોઇન્ટ એન્ટ્રેન્સ એક્ઝામિનેશન) મેઈનનું બીજા અને ફાઇનલ તબક્કાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. જેમાં પ્રથમ સિઝનમાં ગુજરાતમાં મોખરે રહેલો રાજકોટ એલન ઇન્સ્ટિટ્યૂટનો વિદ્યાર્થી નિમય પુરોહિત બીજી સિઝનમાં પણ સ્ટેટ ફર્સ્ટ રહ્યો છે. જેને 100 પર્સન્ટાઇલ મેળવી ઓલ ઇન્ડિયામાં 16મો રેન્ક અને ગુજરાતમાં પ્રથમ રેન્ક મેળવ્યો છે. જ્યારે સુરતના શૌર્ય ખેમકાએ ઓલ ઈન્ડિયા 179મો રેન્ક મેળવ્યો છે. વિદ્યાર્થી નિમય પુરોહિતના પિતાનું નામ હર્ષલભાઈ છે અને માતાનું નામ દર્શનાબેન છે. જેઓ બંને ફિઝિયોથેરાપિસ્ટ છે. માતા-પિતા ડૉક્ટર હોવા છતાં પોતે એન્જિનિયરિંગનુ ક્ષેત્ર પસંદ કરવા અંગે જણાવ્યું હતું કે, છઠ્ઠા ધોરણથી મેથ્સ પસંદ હતુ અને તેથી એન્જિનિયરિંગ ક્ષેત્ર પર પસંદગી ઉતારી અને ત્યારબાદ અહીં પહોંચ્યો. હવે JEE એડવાન્સમાં સારા માર્ક્સ લાવી આઈઆઈટી મુંબઈમાં એન્જિનિયરિંગ કરવાનું સ્વપ્ન છે. 26 ઉમેદવારોએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા આ મહત્વપૂર્ણ પરીક્ષામાં પ્રથમ ફેઝમાં જાન્યુઆરીમાં 13 લાખથી વધુ ઉમેદવારો સામેલ થયા હતા. જ્યારે બીજા ફેઝમાં આઠ લાખથી વધુ કોમન ઉમેદવાર સામેલ થયા હતા. દેશમાં કૂલ 26 ઉમેદવારોએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. જેમાં પાંચ-પાંચ ઉમેદવારો તેલગાંણા અને આંધ્રપ્રદેશના , ચાર રાજસ્થાનના, ત્રણ દિલ્હીના અને બબ્બે ઉમેદવાર મહારાષ્ટ્ર અને હરિયાણાના છે. જ્યારે ચંડીગઢ, બિહાર, તમિલનાડુ, ઓડિશા અને ગુજરાતના એક એક ઉમેદવારે આ સિદ્ધિ મેળવી છે. સુરતના શૌર્યએ ઓલ ઈન્ડિયા 179મો રેન્ક મેળવ્યો સુરતના શૌર્ય ખેમકાએ જેઈઈ મેઈન પરીક્ષામાં સમગ્ર દેશમાં 179મો ક્રમ હાંસલ કરી ઝળહળતી સફળતા મેળવી છે. આ સિદ્ધિ પાછળ તેની અથાગ મહેનત રહેલી છે; તેણે છેલ્લા પાંચ મહિનાથી દરરોજ 13 થી 14 કલાક સખત પરિશ્રમ કર્યો હતો. શૌર્યના જણાવ્યા અનુસાર, કોચિંગ સેન્ટરના શિક્ષકોએ તેના ડાઉટ્સ સોલ્વ કરવામાં ખૂબ મદદ કરી હતી અને તેણે સતત રિવિઝન કરવા પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, જેના પરિણામે તે આ મુકામ સુધી પહોંચી શક્યો છે. સંપૂર્ણ રિઝલ્ટ જોવા આ લિંક પર ક્લિક કરો IIT મુંબઈમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરવાનું સ્વપ્નઃ નિમય વિદ્યાર્થી નિમય પુરોહિત એલન રાજકોટમાં છેલ્લા 4 વર્ષ થી અભ્યાસ કરે છે. તેમનું માનવું છે કે નિયમિત, શિસ્તબદ્ધ અભ્યાસથી તેને પરીક્ષામાં સારો સ્કોર કરવામાં મદદ મળી છે. તેણે યોગ્ય સમયપત્રકનું પાલન કર્યું છે અને તમામ વિષયોને સમાન મહત્વ આપ્યું છે. તેમણે એ પણ જણાવ્યું કે, ફેકલ્ટીઓએ મને સમયસર આખો અભ્યાસક્રમ પૂરો કરાવ્યો અને જેના કારણે રિવિઝન અને પ્રેકિટસ કરવા માટે પૂરતો સમય મળ્યો. હાલમાં નિમય JEE એડવાન્સ્ડ 2026ની પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે અને તેનું લક્ષ્ય શ્રેષ્ઠ IIT મુંબઈમાં એડમિશન લઈ કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરવાનું છે. ‘3 વિદ્યાર્થીઓએ ભૌતિકશાસ્ત્રમાં 100 પર્સેન્ટાઈલ મેળવ્યા’ એલન રાજકોટ સેન્ટર હેડ અમૃતાશ મુખર્જીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીના અમારા પરિણામો મુજબ એલન રાજકોટનો વિદ્યાર્થી નિમય પુરોહિતએ ઓલ ઇન્ડિયા રેન્ક 16 અને 100 પર્સેન્ટાઇલ મેળવીને ગુજરાત ટોપર બન્યો અને ટોપ 500 AIRમાં 5 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. ટોપ 1000 AIRમાં 9, ટોપ 1500 AIRમાં 12 અને ટોપ 10,000 AIRમાં અહીંના 28 વિધાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. જ્યારે 100થી વધુ વિદ્યાર્થીઓએ JEE એડવાન્સ્ડ 2026માં બેસવાનું પસંદ કર્યું છે. આ ઉપરાંત 3 વિદ્યાર્થીઓએ ભૌતિકશાસ્ત્રમાં 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સુપ્રીમ કોર્ટે પૂછ્યું-મૂર્તિને સ્પર્શ કરવો એ ભગવાનનું અપમાન કેવી રીતે:સબરીમાલાના વકીલે કહ્યું- ભગવાન અયપ્પા બ્રહ્મચારી છે, તેથી પૂજાની પ્રથા પણ તેવી જ છે
    Next Article
    નવસારીના શાકભાજી વિક્રેતા સાથે રૂ. 3.12 લાખની ઠગાઈ:ફેસબુક મિત્રના નામે સાયબર ઠગોએ મુસીબતમાં હોવાનું કહી રૂપિયા ખંખેરી લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment