Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    JDU નેતાના શોરૂમમાંથી 15 મિનિટમાં ₹40 કરોડની લૂંટ:ચહેરા ઢાંક્યા વગર ઘૂસ્યા હતા 8 બદમાશ, જતાં-જતાં કહ્યું- ‘આ તો ટ્રેલર છે, ફિલ્મ બાકી છે’

    7 hours ago

    બિહારના બેટિયામાં જેડીયુ નેતા રાજેશ કુશવાહાના ગોલ્ડ શોરૂમમાંથી કરોડો રૂપિયાના દાગીનાની લૂંટ થઈ છે. ત્રણ બાઇક પર આવેલા 8 બદમાશોએ આ ઘટનાને અંજામ આપ્યો. સૌ પાસે હથિયારો હતા. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે બદમાશોએ લગભગ 10-15 મિનિટમાં કિંમતી દાગીના ભેગા કર્યા અને ફરાર થઈ ગયા. જ્વેલરી શોપના માલિક અને JDU નેતા રાજુ કુશવાહાએ જણાવ્યું કે 30થી 40 કરોડ રૂપિયાના દાગીનાની લૂંટ થઈ છે. શોરૂમમાં પ્રવેશતાં જ ગુનેગારોએ ત્યાં હાજર કર્મચારીઓને બંધક બનાવી લીધા અને સૌને એક જગ્યાએ બેસાડી દીધા. ત્યારબાદ તેમના મોબાઇલ છીનવી લીધા. જતાં-જતાં ગુનેગારોએ ધમકી આપતાં કહ્યું- આ તો ટ્રેલર છે, ફિલ્મ હજુ બાકી છે. અમે ફરી આવીશું. શોરૂમની બરાબર બાજુમાં પૂર્વ ડેપ્યુટી સીએમ રેણુ દેવીનું ઘર છે. ઘટનાની જાણ થતાં જ તેઓ પણ સ્થળ પર પહોંચી ગયાં. આ ઉપરાંત DIG અને SSP મામલાની તપાસ કરી રહ્યા છે. ઘટના સાથે જોડાયેલી 4 તસવીરો… તપાસ માટે ઘટનાસ્થળે પહોંચેલી પોલીસની 3 તસવીરો 'આ તો ટ્રેલર છે, ફિલ્મ બાકી છે, અમે ફરી આવીશું' ઘટના દરમિયાન બે લોકોના માથા પર હુમલો કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે. શોરૂમના કર્મચારીઓના જણાવ્યા અનુસાર, લૂંટારાઓ દુકાનમાં રાખેલી લગભગ તમામ જ્વેલરી અને રોકડ લૂંટીને લઈ ગયા. બદમાશોએ એક કર્મચારીને બંદૂકની બટ મારીને ઘાયલ પણ કર્યો. શોરૂમમાં હાજર એક મહિલાએ જણાવ્યું કે જતા-જતા ગુનેગારોએ કહ્યું કે 'આ તો માત્ર ટ્રેલર છે, અમે ફરી આવીશું.' આ ઘટના કાલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. માહિતી મળતાની સાથે જ DIG હરકિશોર રાય, SP કુમાર ગૌતમ અને DSP અજિત કુમાર સહિત અનેક પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અધિકારીઓએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું અને કર્મચારીઓની પૂછપરછ કરી. બિહારમાં સોનાની લૂંટની 3 મોટી ઘટનાઓ 1. પટનામાં કસ્ટમ અધિકારી બનીને 17 કિલો સોનું લૂંટ્યું લગભગ 7 મહિના પહેલા પટનામાં ગુજરાતના એક વેપારીના સ્ટાફ પાસેથી 17 કિલો સોનું લૂંટવામાં આવ્યું હતું. બદમાશો કસ્ટમ અધિકારી બનીને પહોંચ્યા હતા. દાનાપુરના ખગૌલ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ તેમણે વેપારીના કર્મચારી મહેશને બંધક બનાવ્યો અને સોનાથી ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા. લૂંટાયેલા સોનાની કિંમત 25 કરોડ રૂપિયાથી વધુ હતી. 2. સમસ્તીપુરના રિલાયન્સ જ્વેલર્સમાંથી ₹8 કરોડની લૂંટ માર્ચ 2024માં સમસ્તીપુરના રિલાયન્સ જ્વેલર્સ શોરૂમમાં બદમાશોએ આશરે 8 કરોડ રૂપિયાના દાગીના લૂંટી લીધા હતા. ગુનેગારો 10 કિલોથી વધુ સોનું અને હીરાના દાગીના બે થેલામાં ભરીને ફરાર થઈ ગયા હતા. શોરૂમમાં પ્રવેશ કરતી વખતે બદમાશોએ ગાર્ડને કહ્યું હતું કે તેમને વીંટીનું માપ આપવું છે. આ મામલે શોરૂમ મેનેજર દિલીપ કુમાર ગિરીના નિવેદનના આધારે કેસ નોંધવામાં આવ્યો હતો. 3. પૂર્ણિયાના તનિષ્ક શોરૂમમાંથી ₹2-3 કરોડના દાગીના લૂંટાયા જૂન 2024માં પૂર્ણિયાના તનિષ્ક શોરૂમમાં સાત બદમાશોએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. તત્કાલીન DIG વિકાસ કુમારના જણાવ્યા અનુસાર, લૂંટાયેલા દાગીનાની કિંમત 2થી 3 કરોડ રૂપિયા હતી. પોલીસે ઘટનામાં સામેલ બદમાશો વિશે માહિતી આપનારાઓ માટે 3 લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    सरकारी स्‍कूल में पढ़कर SDM बनी शीतल यादव, अफसर बेटी का स्‍वागत करने पूरा गांव उमड़ा
    Next Article
    બોટાદની જવાહર નવોદય વિદ્યાલયમાં વાલીઓનો હોબાળો:ડમ્પિંગ સાઈટના ઝેરી ધુમાડાથી વિદ્યાર્થીઓને શ્વાસ લેવામાં મુશ્કેલી, 100 જેટલા વિદ્યાર્થીઓને વાલીઓ ઘરે લઈ ગયા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment