Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલા નાયબ કલેક્ટરનો ખનન માફિયા સામે સપાટો:રાજપરામાં ગેરકાયદે ખનન પર તંત્રનો દરોડો પાડ્યો, JCB અને ટ્રેક્ટર સહિત ₹33 લાખનો મુદ્દામાલ જપ્ત

    3 days ago

    ચોટીલા તાલુકાના રાજપરા ગામ નજીક ગેરકાયદેસર ખનીજ ખનનનો પર્દાફાશ થયો છે. નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી.મકવાણા અને તેમની ટીમે કાર્યવાહી કરીને ₹33 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં એક જે.સી.બી. અને એક ટ્રેક્ટરનો સમાવેશ થાય છે. આ ઘટના 22 એપ્રિલ, 2026ના રોજ બપોર બાદ 5 થી 10 વાગ્યાની આસપાસ બની હતી. રાજપરા ગામની ઉત્તર દિશામાં આશરે 1 કિલોમીટર દૂર આવેલા ફોરેસ્ટના સર્વે નંબર 337માં ગેરકાયદેસર રીતે તાસ (કોરવેલ)નું ખનન કરવામાં આવી રહ્યું હતું. ટીમના ધ્યાને આવ્યું હતું કે જે.સી.બી. વડે ખનન કરીને તાસને ટ્રેક્ટરમાં ભરવામાં આવતું હતું. ગેરકાયદેસર ખનન અને વહન કરતા વાહનોને તાત્કાલિક જપ્ત કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા મુદ્દામાલને મામલતદાર કચેરી, ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો છે. વાહન માલિકો સામે ગુજરાત ખનીજ (ગેરકાયદેસર ખનન, પરિવહન અને સંગ્રહ અટકાવવા) નિયમો, 2017 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ઇન્ડિગોએ મુંબઈ-જામનગર દૈનિક ફ્લાઇટ સેવા શરૂ કરી:જામનગર એરપોર્ટ માટે આ એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન છે
    Next Article
    સેવન્થ ડે સ્કૂલનું મેનેજમેન્ટ DEO હસ્તગત લેવાનો મામલો:એડવોકેટ જનરલનું નિર્ણય પરત લેવા સૂચન, શાળાની દલીલ હતી કે માઇનોરીટી સ્કૂલનું મેનેજમેન્ટ સરકાર હાથમાં લઈ શકે નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment