Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યભરની ITIનો સ્ટાફ ગુજરાત યુનિ.ના વિદ્યાર્થીઓએ ડિઝાઇન કરેલો યુનિફોર્મ પહેરશે:ITIનો લોગો અને પર્યાવરણના અનુરૂપ યુનિફોર્મ ડિઝાઈન કરી NIFT હેકાથોનમાં પ્રથમ સ્થાન મેળવ્યું

    2 weeks ago

    ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષાએ પોતાની પ્રતિભાનો ડંકો વગાડ્યો છે. ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ હેઠળના રોજગાર અને તાલીમ નિયામકમંડળના સહયોગથી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT) ગાંધીનગર દ્વારા આયોજિત ખાસ ફેશન હેકાથોનમાં ગુજરાત યુનિવર્સિટીની 'સ્કૂલ ઓફ ડિઝાઇનિંગ'ની ટીમે પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ વિજેતા વિદ્યાર્થીઓએ સતત ૨૪ કલાક મહેનત કરીને આઈટીઆઈ (ITI) સ્ટાફ માટે નવો આધુનિક અને સુવિધાજનક યુનિફોર્મ ડિઝાઇન કર્યો છે, જેને હવે સત્તાવાર રીતે રાજ્યભરની ITI ના સ્ટાફ માટે લાગુ કરવામાં આવશે. જૂના યુનિફોર્મની ખામી દૂર કરી નવી ડિઝાઇન તૈયાર કરી હેકાથોનમાં ભાગ લેનારી તમામ ટીમોને આઈટીઆઈ (ITI) ના સ્ટાફ માટે બે અલગ-અલગ શ્રેણીઓમાં યુનિફોર્મ ડિઝાઇન કરવાનો પડકારજનક ટાસ્ક આપવામાં આવ્યો હતો. હાલના યુનિફોર્મમાં સ્ટાફને યોગ્ય વેન્ટિલેશન (હવાની અવરજવર) મળતું નહોતું અને સામાન રાખવા માટે જરૂરી સ્ટોરેજ (પોકેટ) ની સુવિધા નહોતી. ગુજરાત યુનિવર્સિટીની ટીમે વાતાવરણ અને સ્ટાફની અનુકૂળતાને ધ્યાનમાં રાખીને આ તમામ સમસ્યાઓનું નિવારણ લાવતી આબેહૂબ ડિઝાઇન તૈયાર કરી હતી. 'ગંગા' ટીમ વિજેતા બનતા ₹50 હજારનું ઇનામ મળ્યું ગુજરાત યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ડિઝાઇનિંગ વિભાગમાંથી બે ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાંથી 'ગંગા' ટીમ પ્રથમ ક્રમે વિજેતા જાહેર થઈ હતી. વૈષ્ણવી પારેખ, હીરાવા પટેલ અને ક્રિમા પટેલ ટીમના સભ્યો છે. વિદ્યાર્થીઓએ ITI ના સત્તાવાર લોગો અને તેના કલર થીમને આધાર બનાવીને આખો યુનિફોર્મ તૈયાર કર્યો છે, જેથી સ્ટાફને એક વિશિષ્ટ ઓળખ (Identity) મળી રહે. યુનિફોર્મની કિંમત ₹1,000ની અંદર જ રહે તે બાબતનું પણ ડિઝાઇનિંગ દરમિયાન ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ જ કોલેજની બીજી ટીમ પણ રાજ્યભરમાં ચોથા ક્રમે આવતા યુનિવર્સિટીનું ગૌરવ વધ્યું છે. વિજેતા ટીમને પ્રોત્સાહનરૂપે ₹50,000નું રોકડ ઇનામ એનાયત કરાયું છે. યુનિવર્સિટીના કુલ 6 વિદ્યાર્થીઓએ બે ટીમમાં ભાગ લીધો ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, 'ગાંધીનગર ખાતે NIFT દ્વારા આયોજિત આ ડિઝાઇનિંગ હેકાથોનમાં આપણી યુનિવર્સિટીના કુલ 6 વિદ્યાર્થીઓએ બે ટીમમાં ભાગ લીધો હતો. તેમાંથી એક ટીમ પ્રથમ અને બીજી ટીમ ચોથા ક્રમે આવી છે. આ આપણા બધા માટે ગર્વની વાત છે કે હવે રાજ્યભરની ITI માં કામ કરતો સ્ટાફ આપણી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ડિઝાઇન કરેલો યુનિફોર્મ પહેરશે.' જૂના યુનિફોર્મમાં વેન્ટિલેશન અને સ્ટોરેજની સમસ્યા હતી વિજેતા ટીમની વિદ્યાર્થીની વૈષ્ણવી પારેખે જણાવ્યું કે, સ્ટાફને કામ દરમિયાન સંપૂર્ણ કમ્ફર્ટ (આરામ) મળી રહે તે અમારો મુખ્ય ઉદ્દેશ્ય હતો. જૂના યુનિફોર્મમાં વેન્ટિલેશન અને સ્ટોરેજની જે સમસ્યાઓ હતી, તેને પર્યાવરણ અને કામના ભારણને ધ્યાનમાં રાખીને અમે આ નવી ડિઝાઇનમાં સફળતાપૂર્વક ઉકેલી દીધી છે.
    Click here to Read More
    Previous Article
    બિસ્કિટના પેકેટમાં છુપાવેલા 14 કરોડના ડ્રગ્સ સાથે પેડલર ઝડપાયો:રાજસ્થાનથી મુંબઈ જવા નીકળ્યો હતો, સીધી બસ ન મળતા અમદાવાદ આવ્યોને પોલીસે દબોચી લીધો
    Next Article
    બારડોલી પાસે મહારાષ્ટ્ર પાસિંગની 2 બસની ટક્કર, 5થી વધુના મોત:એક બસમાં પલટી માર્યા બાદ આગ, મૃત્યુ આંક વધવાની સંભાવના; પલટેલા ટેન્કરના કારણે અકસ્માત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment