Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાંતીવાડા ITI ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો:236 ઉમેદવારોમાંથી 166ને વિવિધ કંપનીઓમાં નોકરી માટે પસંદ કરાયા

    2 days ago

    દાંતીવાડા ITI ખાતે યોજાયેલા રોજગાર ભરતી મેળામાં 166 ઉમેદવારોને નોકરીની ઓફર મળી છે. આ મેળાનું આયોજન પાલનપુરની જિલ્લા રોજગાર કચેરી અને દાંતીવાડા ITI દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. કુલ 236 ઉમેદવારોએ આ ભરતી મેળામાં ભાગ લીધો હતો. ઇન્ટરવ્યૂ પ્રક્રિયા બાદ તેમાંથી 166 ઉમેદવારોને વિવિધ કંપનીઓમાં નોકરી માટે પસંદ કરવામાં આવ્યા. આ ભરતી મેળામાં હોન્ડા મોટર એન્ડ સ્કૂટર સાયકલ પ્રા.લી. (વિઠલાપુર), ટાટા ગોટીન લિથિયમ બેટરી પ્રા.લી. (સાણંદ), હીરો મોટર્સ પ્રા.લી. (હાલોલ), સાઈમેક સુપરકોમ પ્રાઇવેટ લિમિટેડ (દિલ્હી) અને સસ્તા સુંદર હેલ્થ પેકેજિંગ પ્રા.લી. (દિલ્હી) જેવી પ્રતિષ્ઠિત કંપનીઓ ઉપસ્થિત રહી હતી. જિલ્લા રોજગાર અધિકારી એમ. જે. પ્રજાપતિએ જણાવ્યું કે, તાલુકા કક્ષાએ યોજાતા આવા ભરતી મેળા સ્થાનિક યુવાનો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, ભવિષ્યમાં પણ આ પ્રકારના રોજગાર મેળા નિયમિતપણે ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    ક્રિકેટ ગ્રાઉન્ડ બહારથી એક્ટિવા-મોબાઈલની ચોરી:મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કર સામે ફરિયાદ, રૂ.90 હજારના મુદ્દામાલની ઉઠાંતરી
    Next Article
    એસજી હાઈવે પર સોલા સિવિલના ગેટ પાસે હત્યા:પુત્રએ મિત્રો સાથે મળી પિતાને માથામાં ઈંટ મારનાર યુવકને માર મારી મોતને ઘાટ ઉતાર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment