Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારી ITIમાં 10,655 મંજૂર જગ્યાઓ સામે 6,854 ભરાઈ:દૂધ-તેલમાં કેમિકલથી લાખો કેન્સર કેસ, બુલડોઝર-મિલકત જપ્તી સાથે ફાંસીનું બિલ લાવો

    1 week ago

    રાજ્યની સરકારી ITI સંસ્થાઓમાં કુલ 10,655 મંજૂર થયેલ મહેકમ સામે અત્યાર સુધીમાં 6,854 જગ્યાઓ ભરાઈ છે, જ્યારે હજુ પણ 3,801 જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે. ખાલી જગ્યાઓના કારણે તાલીમ વ્યવસ્થાપન પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સંબંધિત વિભાગ દ્વારા ભરતી પ્રક્રિયા ઝડપી બનાવવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે. બોટાદ MLA ઉમેશ મકવાણાની વિધાનસભામાં કડક માંગ ગાંધીનગરમાં વિધાનસભાની કાર્યવાહી દરમિયાન બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા એ આરોગ્ય તથા માર્ગ-મકાન વિભાગની માંગણીઓ પર ચર્ચા કરતાં ખાદ્ય પદાર્થોમાં વધતી ભેળસેળ સામે કડક કાયદાની માંગણી કરી હતી. તેમણે જણાવ્યું કે દૂધ, દહીં, પનીર અને તેલ જેવા ખાદ્ય પદાર્થોમાં કેમિકલયુક્ત ભેળસેળના કારણે રાજ્યમાં દર વર્ષે લાખથી વધુ કેન્સરના કેસ નોંધાય છે, જે ગંભીર ચિંતા છે. તેથી આવા ગુનાઓમાં સંડોવાયેલા લોકો સામે મિલકત જપ્તી, બુલડોઝર કાર્યવાહી સાથે ફાંસીની સજા જેવી કડક જોગવાઈ ધરાવતું બિલ લાવવાની માંગણી કરી. આ સાથે જ બોટાદ જિલ્લામાં સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજનું કામ તાત્કાલિક શરૂ કરવા, પાળીયાદ-લાઠીદડ CHC બિલ્ડિંગ, હડદડમાં સબ-PHC, સોનાવાલા હોસ્પિટલમાં સ્ટાફની ભરતી, નવું સોનોગ્રાફી મશીન તથા ફિઝિયોથેરાપી સેવા શરૂ કરવાની પણ રજૂઆત કરી. માર્ગ સુવિધાઓ અંતર્ગત બોટાદ-લાઠીદડ-કેરિયાનો ઢાળ રોડને ફોરલેન બનાવવા, ભાવનગર રોડ રેલવે ફાટક પર ઓવરબ્રિજ/અંડરબ્રિજ બનાવવા અને નબળી ગુણવત્તાના રોડ કામ કરનાર એજન્સીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ તેમણે ઉઠાવી. PM આવાસ યોજના હેઠળ ₹50 હજાર ટોપ-અપ સહાય વિધાનસભામાં ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ રાજ્ય સરકારે 100% સ્ટેટ ટોપ-અપ યોજના શરૂ કરી છે, જેમાં લાભાર્થીને વધારાના ₹50 હજારની સહાય મળશે. વર્ષ 2016-17થી 2024 દરમિયાન અધૂરા રહેલા અંદાજે 18 હજાર મકાનો પૂર્ણ કરવા માટે ₹90 કરોડ ફાળવવામાં આવ્યા છે, જે DBT મારફતે સીધા ખાતામાં જમા થશે. PM-JANMAN યોજના હેઠળ કાથોડી, કોડવાળિયા, પઢાર, સિદ્દી અને કોલ્ગા આદિમજૂથોને આવાસ માટે ₹2 લાખ સહાય આપવામાં આવે છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર રાજ્ય કક્ષાનો ‘મિલેટ મહોત્સવ’ રાજ્યમાં તા. 21-22 માર્ચે ‘મિલેટ મહોત્સવ અને ફાર્મર માર્કેટ-2026’ યોજાશે, જેમાં મુખ્ય કાર્યક્રમ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાશે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે અમદાવાદમાં 85 અને અન્ય શહેરોમાં 620 સ્ટોલ ખેડૂતોને વિનામૂલ્યે આપવામાં આવ્યા છે. મહોત્સવમાં મિલેટ પ્રદર્શન, ફૂડ ફેસ્ટ, એગ્રી-ટેક ઝોન અને મહિલા ઉદ્યોગસાહસિકોના સ્ટોલ મુખ્ય આકર્ષણ રહેશે. ધારાસભ્યોના સૂચનો પર તાત્કાલિક કાર્યવાહીનો આદેશ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ બેઠકમાં ધારાસભ્યો દ્વારા ગૃહમાં કરવામાં આવેલી રજૂઆતો પર તાત્કાલિક કાર્યવાહી કરવા વહીવટી તંત્રને સૂચના આપવામાં આવી છે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે નાગરિકોને મુશ્કેલી થાય તેવી નીતિઓમાં સુધારો કરીને વધુ પારદર્શિતા અને ઝડપી ઉકેલ લાવવાનો સરકારનો અભિગમ છે. ચૂંટણી ચર્ચાથી સરકાર ભાગી AAPના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો કે વિધાનસભામાં ચૂંટણી મુદ્દે ચર્ચાથી સરકાર ભાગી ગઈ. તેમણે કહ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ₹240 કરોડ ફાળવાયા છતાં ચર્ચા કરવામાં આવી નથી. MLA ગ્રાન્ટ ફાળવણીમાં અસમાનતા અને ગ્રામ્ય વિસ્તારોને વધુ ફંડની જરૂરિયાતનો મુદ્દો પણ તેમણે ઉઠાવ્યો. વિધાનસભાને બોમ્બ ધમકી મામલે કડક પગલાંની માંગ ઉગ્ર બની AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભાને બોમ્બથી ઉડાવવાની ધમકી મામલે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે વારંવાર આવી ધમકીઓ મળે છે પરંતુ આરોપીઓ ઝડપાતા નથી. આ મુદ્દે ગોપાલ ઇટાલિયાએ પણ તેને ગંભીર ગણાવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. જૂનાગઢમાં 1500થી વધુ સહકારી મંડળીઓનું ઓડિટ બાકી ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો કે જૂનાગઢ જિલ્લામાં 1500થી વધુ સહકારી મંડળીઓનું ઓડિટ બાકી છે, જેના કારણે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર બહાર આવતો નથી. વિસાવદર અને ભેસાણ વિસ્તારમાં ગેરરીતિઓ વધી રહી હોવાનો આરોપ લગાવી તેમણે ઓડિટ તાત્કાલિક કરવાની માંગ કરી. બોટાદ માર્કેટિંગ યાર્ડ ‘કડદા’ મુદ્દે સરકાર અજાણ: AAPનો પ્રહાર બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો સાથે થયેલા ‘કડદા’ મુદ્દે સરકાર અજાણ હોવાનો જવાબ આપતા AAPએ સરકાર પર પ્રહાર કર્યો છે. ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, આ મુદ્દે આંદોલન, FIR અને પરિપત્ર છતાં સરકાર અજાણ હોવાનો જવાબ આપવો ગંભીર બાબત છે.
    Click here to Read More
    Previous Article
    'રાજા શિવાજી'નું પહેલું ટીઝર 'ધુરંધર 2' સાથે રિલીઝ કરાશે:રિતેશ દેશમુખ ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજની ગાથા વર્ણવશે; 1 મેના રોજ થિયેટરમાં રજૂ થશે
    Next Article
    Adani Ports' Colombo Terminal Handles Over 1 Million Containers In 1st Year

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment