Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોગસ ITC કૌભાંડ સામે રાજ્ય GST વિભાગનો સપાટો:કરોડોના કરચોરી કેસમાં નટરાજ ઇન્ડસ્ટ્રીઝના માલિક અને ભાગીદારની ધરપકડ

    2 days ago

    ગુજરાત રાજ્યના સ્ટેટ જીએસટી (GST) વિભાગ દ્વારા બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવી સરકારની તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડતા કૌભાંડીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. બોગસ બિલિંગ અને ખોટી ITC ક્લેમ કરવાના ગંભીર કેસમાં GST વિભાગની તપાસ ટીમે સપાટો બોલાવીને નટરાજ ઇન્ડસ્ટ્રીઝના માલિક તેમજ મેસર્સ નટરાજ મેટલ ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારની કાયદેસર ધરપકડ કરી છે. આ કાર્યવાહીથી બોગસ બિલિંગ નેટવર્ક સાથે સંકળાયેલા કરચોરો અને શંકાસ્પદ પેઢીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. માલની હેરાફેરી વિના માત્ર કાગળ પર બોગસ બિલિંગનું નેટવર્ક રાજ્ય GST વિભાગની તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપીઓ દ્વારા કોઈ પણ પ્રકારના માલની વાસ્તવિક આપ-લે કે સપ્લાય કર્યા વિના માત્ર કાગળ પર બોગસ ઇન્વોઇસ બનાવીને કરોડો રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવતી હતી. મેસર્સ નટરાજ મેટલ ઇન્ડસ્ટ્રીઝ અને નટરાજ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા સૂત્રધારોએ સુવ્યવસ્થિત કૌભાંડ રચીને સરકારી તિજોરીને મોટો ચૂનો લગાવ્યો હતો. વિભાગે વિવિધ શંકાસ્પદ વ્યવહારો અને એકાઉન્ટ્સની ઊંડાણપૂર્વક ચકાસણી કર્યા બાદ કરચોરીનું મોટું નેટવર્ક પકડી પાડ્યું હતું. ડિજિટલ પુરાવા અને દસ્તાવેજોના આધારે સકંજો કસાયો જીએસટી વિભાગની વિશેષ ટીમો દ્વારા કરવામાં આવેલી સર્ચ અને સીઝર કાર્યવાહી દરમિયાન મોટા પ્રમાણમાં વાંધાજનક દસ્તાવેજો, ડિજિટલ રેકોર્ડ્સ અને શંકાસ્પદ વ્યવહારોની વિગતો મળી આવી હતી. આરોપીઓ સામે કરચોરી અને બોગસ બિલિંગના પૂરતા પુરાવા મળ્યા બાદ કાયદાકીય જોગવાઈઓ હેઠળ ધરપકડનું પગલું ભરવામાં આવ્યું હતું. વિભાગે આરોપીઓને કસ્ટડીમાં લઈને વધુ રિમાન્ડ મેળવવા તેમજ આ કૌભાંડમાં અન્ય કઈ પેઢીઓ કે વચેટિયાઓ સામેલ છે તે દિશામાં સઘન પૂછપરછ હાથ ધરી છે. રાજ્યવ્યાપી સર્વેલન્સ અને આગળની કડક કાનૂની કાર્યવાહી સ્ટેટ જીએસટી વિભાગે સ્પષ્ટ કર્યું છે કે બનાવટી પેઢીઓ ઊભી કરી બોગસ ITC પાસ ઓન કરનારા કે મેળવનારા તત્વો સામે ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ કડક પગલાં ચાલુ રહેશે. આગામી દિવસોમાં આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય વેપારીઓ, બોગસ સપ્લાયર્સ અને નાણાકીય લાભ મેળવનારા લોકો સામે પણ ધરપકડ સહિતની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ભુજમાં ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમ યોજાયો:યુવાનોને પત્રકારત્વ, સાહિત્ય અને AI યુગમાં સર્જનાત્મકતાની નવી દિશા
    Next Article
    સુરત મનપા સામે ફાયર જવાનોનું વિરોધ પ્રદર્શન:વર્ગ-2 અને 3 ના બદલે વર્ગ-4 ના માર્શલોને કેમ ACBના પંચ બનાવાય છે?, અધિકારીઓની દાદાગીરી સામે લડતનું એલાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment