Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાલાલામાં ભૂકંપ જેવી આપદા માટે 'સુરક્ષા કાર્યશાળા' યોજાશે:ISR ગાંધીનગર દ્વારા ૧૪ સપ્ટેમ્બરે આપત્તિ વ્યવસ્થાપન પર માર્ગદર્શન અપાશે

    6 hours ago

    ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ખાતે ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ ભૂકંપ જેવી કુદરતી આપદામાં સુરક્ષા અને સલામતી માટે 'સુરક્ષા કાર્યશાળા'નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યશાળા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR), ગાંધીનગર દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત યોજાશે. આ કાર્યશાળામાં ભૂકંપ અંગે સલામતી, આપત્તિ વ્યવસ્થાપન અને આપત્તિ જોખમ ઘટાડવા જેવા મુદ્દાઓ પર નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. જિલ્લાના અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોને આ અંગે જાગૃત કરવામાં આવશે. તાલાલાના શ્રીબાઈ આશ્રમ રોડ પાસે આવેલા મધુવન રિસોર્ટમાં સવારે ૧૦:૦૦ વાગ્યાથી આ કાર્યશાળા શરૂ થશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક નાગરિકો, વિદ્યાર્થીઓ, સરકારી અધિકારીઓ અને અન્ય હિતધારકોમાં ભૂકંપ દરમિયાન અને ત્યારબાદ લેવામાં આવતી સાવચેતી અંગે જાગૃતિ લાવવાનો છે. આ કાર્યશાળા દ્વારા ભૂકંપ પ્રત્યે વૈજ્ઞાનિક સમજ કેળવી નાગરિકોના મનમાંથી ડર દૂર કરાશે. આપત્તિ સમયે સમયસર અને યોગ્ય પ્રતિસાદ કેવી રીતે આપવો તે અંગે નાગરિકોને વૈજ્ઞાનિક અભિગમથી જાગૃત કરવામાં આવશે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) ની સ્થાપના વર્ષ ૨૦૦૪માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી થઈ હતી. ગુજરાતને અસર કરતા ભૂકંપ સહિતના કુદરતી જોખમોને સમજવા, તેનું નિરીક્ષણ કરવા અને તેના જોખમોને ઘટાડવા માટે આ સંસ્થા કાર્યરત છે. સમયાંતરે ISR ભૂકંપવિજ્ઞાન, સિસ્મિક મોનિટરિંગ અને ભૂકંપના જોખમ મૂલ્યાંકનના ક્ષેત્રે એક અગ્રણી સંસ્થા તરીકે ઉભરી છે. આ કાર્યક્રમ ગીર સોમનાથ જિલ્લાના તત્કાલીન જિલ્લા કલેકટર દિગ્વિજય જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાશે. આ કાર્યશાળામાં સ્થાનિક અગ્રણીઓ, નાગરિકો અને આપત્તિ વ્યવસ્થાપન સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓ ભાગ લેશે.
    Click here to Read More
    Previous Article
    વડોદરા ક્રાઈમ બ્રાન્ચ અને દિલ્હી સ્પેશિયલ સેલનું સંયુક્ત ઓપરેશન:વડોદરાના વેપારી પાસે 10 કરોડની ખંડણી માગનાર રોહિત ગોદારા ગેંગનો સાગરીત દિલ્હીથી ઝડપાયો, પાર્ક કરેલી કારની ડેકીમાંથી 4 કરોડનું હેરોઈન જપ્ત કરાયું
    Next Article
    વૈભવની જગ્યાએ આવેલો સેમસન નિષ્ફળ ગયો:માત્ર 10 રન બનાવીને પેવેલિયન ભેગો થયો; અફઘાનિસ્તાને 157 રનનો ટાર્ગેટ આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment