Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાકિસ્તાનની ગેંગનો વોન્ટેડ આરોપી ઝડપાયો:ISIનું કામ કરતી ગેગમાં રહી પોલીસ સ્ટેશન-સુરક્ષા એજન્સીના એકમો પર વિસ્ફોટ કરાવતો; ડીસાના ઢાબામાં મજૂરી કરતો હતો

    2 days ago

    ગુજરાત ATS અને બનાસકાંઠા SOGએ સંયુક્ત ઓપરેશન કરીને પાકિસ્તાની ગેંગસ્ટર શહેઝાદ ભટ્ટી ગેંગના સભ્ય અને પંજાબ રાજ્યના ગ્રેનેટ કેસમાં વોન્ટેડ બિક્રમજીતસિંઘની ડીસામાંથી ધરપકડ કરી છે.આરોપી ગ્રેનેટની સપ્લાય અને સુરક્ષા એજન્સીઓના એકમો ઉપર ગ્રેનેટ મારફતે વિસ્ફોટ કરાવવાનું કામ કરાવતો હતો.હાલ આરોપી કેટલાક સમયથી ડીસા ખાતે એક ઢાબામાં છૂટક મજૂરી કામ કરી રહ્યો હતો. આરોપીની ધરપકડ કરી ATSએ વધુ તપાસ હાથ ધરી છે. ડીસાના ઢાબામાંથી વોન્ટેડ આરોપી બિક્રમજીતસિંહની ધરપકડ પંજાબ પોલીસે ગુજરાત ATSને વોન્ટેડ આરોપીની માહિતી શેર કરી હતી.જેના પર કામ કરીને તપાસ કરતા વોન્ટેડ આરોપી બિક્રમજીતસિંહ છે જે હાલ ડીસા ખાતે એક ઢાબામાં છૂટક મજૂરી કામ કરતો હોવાની માહિતી મળી હતી. ATSએ અલગ અલગ ટીમ બનાવી બનાસકાંઠા SOGની મદદથી ડીસાના એક ઢાબામાંથી બિક્રમજીતસિંઘની ધરપકડ કરી હતી. સુરક્ષા એજન્સીના એકમો પર વિસ્ફોટ કરાવતો આરોપીની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે આરોપી શહેઝાદ ભટ્ટીની સાથે મળીને ગ્રેનેટ સપ્લાય અને સુરક્ષા એજન્સીના એકમો ઉપર ગ્રેનેટ મારફતે વિસ્ફોટ કરવાનું કામ કરાવતો હતો.આરોપી પંજાબથી દૂર રહી શહેઝાદ ભટ્ટી માટે પંજાબના સ્થાનિક માણસોને ગેંગમાં જોડતો અને ભટ્ટીની સૂચના મુજબ પોલીસ સ્ટેશન અને અન્ય સુરક્ષા એજન્સીના એકમો ઉપર હુમલો કરાવવાના કાવતરામાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો. ISI માટે કામ કરતો પાકિસ્તાની ગેંગસ્ટર પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સી ISI માટે કામ કરતો પાકિસ્તાની ગેંગસ્ટર છે. જે ભારતના પંજાબ રાજ્યમાં ISI માટે આતંકવાદી પ્રવૃત્તિને અંજામ આપે છે,તેમજ સુરક્ષા એજન્સી અને પોલીસ સ્ટેશન ખાતે ખ્યાતનામ વ્યક્તિ ઉપર ગ્રેનેટ મારફતે હુમલો કરાવી રહ્યો છે.જે અંગે સ્પેશિયલ ઓપરેશન થતા અમૃતસર ખાતે ગુનો પણ નોંધવામાં આવ્યો છે. અગાઉના ગુનામાં કેટલાક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે.ત્યારે હવે આ ગુનામાં વોન્ટેડ બિક્રમજીતસિંઘની ધરપકડ કરીને પંજાબ પોલીસને આપવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    વેપારીના ગુમ ₹6 લાખ પોલીસે નેત્રમ દ્વારા પરત અપાવ્યા:સીસીટીવી અને ત્વરિત કાર્યવાહીથી ગણતરીના કલાકોમાં સફળતા
    Next Article
    વાડીએ દર્શન કરવા ગયેલા વૃદ્ધાનું કૂવામાં પડી જતાં મોત:ગોંડલના ઘોઘાવદર ગામે રજાના દિવસે દીકરો મળવા આવ્યો ને કરૂણાંતિકા સર્જાઈ, ફાયરબ્રિગેડે લાશ બહાર કાઢી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment