Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલા શિક્ષિકાને પોલીસ કોન્સ્ટેબલ બનાવવાની લાલચ આપી છેતરપિંડી:‘મંત્રીઓ-IPS અધિકારીઓ સાથે ઓળખાણ છે’ કહી ₹6 લાખ પડાવ્યા

    6 hours ago

    સુરત શહેરમાં સરકારી નોકરી અપાવવાના બહાને સામાન્ય લોકોને છેતરતી ટોળકીઓ સક્રિય થઈ છે. મોટા વરાછા વિસ્તારની આશાદીપ સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી મહિલાને “મોટા મંત્રીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મારા સીધા સંબંધો છે, પોલીસ કોન્સ્ટેબલનો ઓર્ડર કરાવી આપીશ” તેવી લાલચ આપી ભેજાબાજે ₹5.99 લાખ પડાવી લીધા હોવાનો મામલો સામે આવ્યો છે. આ અંગે ઉત્રાણ પોલીસ દ્વારા નવસારી રહેતા આરોપી સાવન મોવાલિયાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પડોશીના ભત્રીજાએ હાથ ઉછીના પૈસા મેળવી વિશ્વાસ કેળવ્યો વેલંજા રોડ, સૌરાષ્ટ્ર ગ્રીન સિટીમાં રહેતા અને શિક્ષિકા તરીકે નોકરી કરતા 33 વર્ષીય દેવિકાબેન વાળાના સામેના મકાનમાં ગોકળભાઈ મોવલીયા ભાડે રહેતા હોવાથી પારિવારિક સંબંધ હતા. ગોકળભાઈએ તેમના ભાઈના દીકરા સાવન હરેશભાઈ મોવલીયા (રહે. જલાલપોર, નવસારી; મૂળ-ગીર સોમનાથ) સાથે ઓળખાણ કરાવી હતી. સાવનને પૈસાની જરૂર હોવાનું કહી ગોકળભાઈએ ભલામણ કરતાં દેવિકાબેને 16 ડિસેમ્બર, 2025ના રોજ ₹4,99,999 આરટીજીએસ (RTGS) મારફતે સાવનના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. તેની સામે સાવને સિક્યોરિટી પેટે ચેક પણ આપ્યો હતો. ચીખલી હાઈવેની હોટેલમાં મંત્રીઓ-અધિકારીઓ સાથેના ફોટા બતાવ્યા રૂપિયા મેળવ્યા બાદ સાવને સરકારી નોકરી અપાવવાની જાળ બિછાવી હતી. તેણે દેવિકાબેનને જણાવ્યું કે, તમારે સરકારી નોકરી કરવી હોય તો મારી મોટા મંત્રીઓ અને અધિકારીઓ સાથે ઓળખાણ છે, પોલીસ કોન્સ્ટેબલમાં સીધો ઓર્ડર કરાવી આપીશ. આ માટે તેણે ડિસેમ્બર, 2025માં ચીખલી ટોલનાકા પાસે આવેલી મહાદેવ હોટેલ પર દેવિકાબેન, તેમના પતિ અને અન્ય મિત્રોને બોલાવ્યા હતા. ત્યાં તેણે મોટા અધિકારીઓ સાથેના ફોટા બતાવી વિશ્વાસમાં લીધા અને “30 દિવસમાં ઓર્ડર આવી જશે, મારું બધું સેટિંગ છે” તેમ કહી 29 ડિસેમ્બરના રોજ વધુ ₹1 લાખ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. નોકરી ન મળી, સિક્યોરિટી પેટે આપેલો ચેક પણ બાઉન્સ થયો રૂપિયા પડાવી લીધા બાદ સાવને “તમારી ફાઈલ સાહેબના ટેબલ પર છે, કામ થઈ જશે” તેવા બહાના બતાવી સમય પસાર કર્યો હતો. લાંબો સમય વીતવા છતાં ઓર્ડર ન આવતા દેવિકાબેને નાણાં પરત માંગ્યા હતા. જોકે, સાવને આપેલા બેંક ચેક પણ ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાથી રિટર્ન થયા હતા. છેવટે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં દેવિકાબેને ઉત્રાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઉત્રાણ પોલીસે BNS કલમ હેઠળ ગુનો દાખલ કર્યો શિક્ષિકા દેવિકાબેન વાળાની ફરિયાદના આધારે ઉત્રાણ પોલીસે આરોપી સાવન હરેશભાઈ મોવલીયા વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ શખ્સે અન્ય કોઈ વ્યક્તિઓ સાથે સરકારી નોકરીના નામે ઠગાઈ આચરી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં કારચાલકે નશામાં એક્ટિવાને ટક્કર મારી:ખંડેરાવ માર્કેટ ફૂલ લેવા જઈ રહેલા માતા-પુત્રને અકસ્માત નડ્યો, માતાનું ઘટનાસ્થળે જ મોત, પુત્ર 6 ફૂટ દૂર ફંગોળાયો
    Next Article
    नजीबाबाद में एक बड़े गिरोह का खुलासा दो लड़कियां और चार लड़के गिरफ्तार

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment