Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘સૂરજ દાદા આથમણા ઉગશે ત્યારે ભાજપનો ખેસ પહેરીશ’:આવું કહેનારા રાજુ કરપડા ભાજપમાં જોડાયા; IPS મનોજ નિનામા બપોરે જોડાયા ને સાંજે ભાજપની ટિકિટ

    1 day ago

    AAPના પૂર્વ નેતા રાજુ કરપડા ભાજપમાં જોડાઈ ગયા છે. તેઓ ચોટીલા વિધાનસભા લડી શકે છે. અગાઉ જ્યારે તેઓ AAPમાં હતા ત્યારે ડંફાસ મારતા હતા કે સૂરજ દાદા આથમણા ઉગશે ત્યારે ભાજપનો ખેસ પહેરીશ. હાલમાં તેઓ ભાજપમાં જોડાયા છે ત્યારે તેમનો આ ડંફાસ મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. રાજુ કરપડા ભાજપમાં જોડાતા જ તેમની સાથે જેલમાં રહેલા AAP નેતા પ્રવીણ રામે પ્રહાર કર્યો કે જેલમાં જ ખેડૂતોના આંદોલનનો સોદો થઈ ગયો હતો. IPS મનોજ નિનામા બપોરે ભાજપમાં જોડાયા ને સાંજે ભાજપે તેમને અરવલ્લી જિલ્લાના ઓડ જિલ્લા પંચાયતની ચૂંટણી પરથી ઉમેદવાર જાહેર કરી દીધા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ આજે તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉમેદવારોનું નવમું લિસ્ટ જાહેર કર્યું છે. સાથે જ આજે ભાજપની પ્રથમ યાદી જાહેર થઈ ગઈ છે અને કોંગ્રેસની બીજી યાદી જાહેર થઈ શકે છે. સુરતમાં AAP અને ભાજપના સામસામે કાર્યાલય ખૂલ્યા છે, તો રાજકોટમાં ‘દેશી દારૂની પોટલી અહીંયા મળે છે’ના બેનર લાગ્યા છે. આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર જેલવાસમાં મને બ્રહ્મજ્ઞાન થયું: રાજુ કરપડા રાજુ કરપડાએ જણાવ્યું કે સ્વપ્ન લઈને રાજકીય પાર્ટી સાથે જોડાયો હતો. ખેડૂતોનું મજબૂત સંગઠન બનાવવા જોડાયો હતો. ખેડૂતોના મુદ્દે જ્યારે લડાઈ લડી છે ત્યારે હું મજબૂત અવાજ બન્યો છું. હડદડવાળી ઘટનામાં હું જેલમાં ગયો હતો. ખેડૂતોનું હિત ઈચ્છીએ છીએ ત્યારે સત્તા પક્ષના વિરોધથી ખેડૂતનું હિત નહીં થઈ શકે. ખેડૂતોના પ્રશ્નોના કાયમી નિર્ણય લાવવા સત્તા પક્ષમાં જોડાઈ જવું જોઈએ. ભાજપની સરકારમાં જોડાઈ મારા કિસાનોને હું સમૃદ્ધિ તરફ લઈ જઈ શકીશ. ખેડૂતોના સ્વપ્ન સાકર કરવા હું ભાજપમાં જોડાયો છું. ખેડૂતોની સ્થિતિ સારી થઈ છે તેવું બિલકુલ નથી. ખેડૂતોના સુધારા લાવવા કમોસમી વરસાદ માટે 10 હજાર કરોડનું ઐતિહાસિક પેકેજ આપ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ટિકિટ માંગવાનો નથી. ટિકિટ માટે પાર્ટી નક્કી કરશે. ચૂંટણી લડવી કે નહીં તે પાર્ટી નક્કી કરશે. રાજુ કપરાડાએ સ્વીકાર કર્યો કે જેલવાસમાં મને બ્રહ્મજ્ઞાન થયું છે. ગાંધીનગરના સર્કિટ હાઉસમા નાયબ મુખ્યમંત્રીની રાજુ કરપડા સાથે શુભેચ્છા મુલાકાત ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે નાયબ મુખ્યમંત્રી અને રાજુ કરપડાની શુભેચ્છા મુલાકાત થઈ. ભાજપમાં જોડાયા બાદ કરપડાની આ મુલાકાતને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ચૂંટણી સમિતિની બેઠક પહેલા થયેલી આ મુલાકાત દરમિયાન લગભગ બે મિનિટ સુધી શુભેચ્છા આપ-લે કરવામાં આવી હતી અને સામાજિક આગેવાનોને પણ શુભેચ્છા પાઠવવામાં આવી હતી. મુલાકાત પૂર્ણ થયા બાદ નાયબ મુખ્યમંત્રી તાત્કાલિક રવાના થઈ ગયા હતા. જેલમાં જ ખેડૂત આંદોલનનો સોદો થયો: પ્રવીણ રામ રાજુ કરપડા ભાજપમાં જોડાતા AAP નેતા પ્રવીણ રામે જણાવ્યું કે રાજુ કરપડા તેમના પરમ મિત્ર છે અને તેમણે કેસરિયો ધારણ કર્યો છે. તેમણે દાવો કર્યો કે જેલમાં જ ખેડૂતોના આંદોલનનો સોદો થયો હતો, જે અંગે તેઓએ શરૂઆતથી જ શંકા વ્યક્ત કરી હતી. આગળ તેઓએ કહ્યું કે રાજુ કરપડાએ અગાઉ અનેક આક્ષેપો કર્યા હતા, પરંતુ હવે ભાજપમાં જોડાતા તેમના આક્ષેપો પાયાવિહોણા સાબિત થયા છે. પ્રવીણ રામે વધુમાં ઉમેર્યું કે આ ઘટનાથી ગુજરાતના ખેડૂતો સમક્ષ સત્ય બહાર આવશે અને AAP વિરુદ્ધ કરવામાં આવેલા આક્ષેપો ખોટા હોવાનું સાબિત થશે. તેમણે આશા વ્યક્ત કરી કે રાજુ કરપડા ભાજપમાં રહીને ખેડૂતોના હિત માટે લડત લડશે અને તેમને ન્યાય અપાવશે. શામળાજીમાં મંત્રી પી.સી.બરંડાની હાજરીમાં IPS મનોજ નિનામા ભાજપમાં જોડાયા વર્ષ 2006ની બેચના IPS અને શામળાજી તાલુકાના ઝાબચીતરિયાના વતની મનોજ નિનામા ભાજપમાં જોડાઈ ગયા છે. શામળાજી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં રાજ્યના મંત્રી પી.સી.બરંડાની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે. તેઓ અરવલ્લી જિલ્લા પંચાયતની ઓડ બેઠક પરથી ચૂંટણી લડશે. આ પગલું અગાઉના IPS અધિકારી અને હાલ રાજ્યકક્ષાના મંત્રી પી.સી.બરંડાની જેમ રાજકીય કારકિર્દી તરફ આગળ વધવાનો પ્રયાસ માનવામાં આવે છે. ભિલોડા અને આસપાસના આદિવાસી વિસ્તારોમાં નિનામાના નિર્ણયથી સ્થાનિક સમાજિક અને રાજકીય સમીકરણોમાં ફેરફાર આવી શકે છે. IPS મનોજ નિનામા બપોરે જોડાયા ને સાંજે ભાજપે તેમને ટિકિટ આપી દીધી હતી. અમદાવાદ કોર્પોરેશનની બેઠકો માટે આવતીકાલે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ ચૂંટણી સમિતિની ચાલી રહેલી મહત્વપૂર્ણ બેઠક વધુ એક દિવસ માટે લંબાવવામાં આવી છે. મુખ્યમંત્રી નિવાસ સ્થાને યોજાઈ રહેલી આ બેઠકમાં ઉમેદવારોની પસંદગી અંગે અંતિમ મથામણ ચાલી હતી. અમદાવાદ મહાનગરપાલિકાની 192 બેઠક માટે આવતીકાલે 10 એપ્રિલે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવારોના નામ ઉપર ચર્ચા કરવામાં આવશે. દરેક વોર્ડમાં 12 નામો આપવામાં આવ્યા છે. પાર્લામેન્ટ્રી બોર્ડમાં નામ આવ્યા બાદ આવતીકાલે બપોરે 1 વાગ્યા બાદ તમામ ઉમેદવારોને ટેલીફોનિક જાણ કરી તૈયાર રહેવા સૂચના આપવામાં આવશે. ચાંદખેડા વોર્ડમાં સ્થાનિક ઉમેદવારની માગ: કોંગ્રેસ વોર્ડ પ્રમુખ ચાંદખેડા વોર્ડમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોને લઈને ખેંચતાણ ચાલી રહી છે. ધારાસભ્યના લોબિંગના કારણે ચાંદખેડા વોર્ડમાં ભડકાની સ્થિતિ સર્જાઈ છે. ચાંદખેડા વોર્ડમાં ઉમેદવારના લોબિંગને લઈને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિને રજૂઆત કરવામાં આવી છે. પેરાશૂટ ઉમેદવારના બદલે સ્થાનિક ઉમેદવાર જાહેર કરવામાં આવે તેવી સ્થાનિક કાર્યકર્તાઓએ શહેર પ્રમુખ અને પ્રદેશ પ્રમુખને પત્ર લખીને માગ કરી છે. વોર્ડમાં કોઈ પણ પેરાશૂટ ઉમેદવાર ચાલશે નહીં. જે વ્યક્તિઓ વોર્ડમાં પૂરા પાંચ વર્ષ પણ કામ ન કર્યું હોય અને તેવા વ્યક્તિઓને નેતાઓની ભલામણથી થોપવામાં આવશે તો પરિણામ વિપરીત આવી શકે તેવી પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં ચાંદખેડાની બેઠકને લઈને ભાજપમાં આંતરિક ખેંચતાણ અમદાવાદમાં ચાંદખેડાની બેઠકને લઈને ભાજપમાં આંતરિક ખેંચતાણ જોવા મળી રહી છે. ચાંદખેડા વોર્ડમાં જનરલ સીટ પરથી એક હિન્દીભાષી સીટ માટે ભાજપમાં આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે. ભાજપના પ્રદેશના હોદ્દેદારનું નામ ચાંદખેડા વોર્ડની બેઠક પર ચર્ચાઈ રહ્યું છે ત્યારે સ્થાનિક કાર્યકર્તા દ્વારા આ મામલે રજૂઆત કરવામાં આવી છે. ચાંદખેડા વોર્ડની બેઠકમાં બંને નેતાઓની દાવેદારી માટે અંદરો અંદર વિખવાદ સામે આવ્યો છે. બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. વોર્ડ પ્રમુખ, પૂર્વ કોર્પોરેટર સહિતના કાર્યકર્તાઓની હાજરીમાં બોલાચાલી થઈ હતી. કોંગ્રેસ પર આક્ષેપ કરનાર ભાજપમાં જ પરિવારવાદ.! ભારતીય જનતા પાર્ટીએ લીધેલી સેન્સમાં પરિવારવાદ જોવા મળ્યો હતો. ઉમેદવારોની જાહેરાત થાય તે પહેલા અંતિમ ક્ષણ સુધી ભલામણો કરવામાં આવી રહી છે. જેમાં મોટા નેતાઓ પણ પોતાના પરિવારમાંથી કોઈને ટિકિટ આપવામાં આવે તેવી માંગણી કરી હતી. જેમાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલ અને લાખા સાગઠીયાએ તેમના દીકરા માટે ટિકિટની માંગણી કરી હતી. પુત્રો અને પત્ની માટે ટિકિટ માગી આ ઉપરાંત રાજકોટ મનપાના પૂર્વ ડેપ્યુટી મેયર અશ્વિન મોલીયાએ તેમના પુત્ર માટે ટિકિટની માંગણી કરી હતી. પૂર્વ કોર્પોરેટર વિનુ ઘવા, બાબુ મકવાણા, નીતિન રામાણી, હરિ ડાંગર, પોપટ ટોળીયાએ પોતાના સંતાનો માટે ટિકિટની માંગણી કરી હતી. પૂર્વ કોર્પોરેટર ડો.અલ્પેશ મોરઝરિયા અને જીતુ કાટોળીયાએ તેમના પત્ની માટે ટિકિટની માંગણી કરી હતી. ચૂંટણી જેમ જેમ નજીક આવે છે તેમ ભાજપની FIR કરવાની નીતિ વધુ મજબૂત બનતી જાય છે: AAP ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયાએ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે ચૂંટણી જેમ જેમ નજીક આવે છે તેમ ભાજપની FIR કરવાની નીતિ વધુ મજબૂત બનતી જાય છે. મનોજ સોરઠીયાના જણાવ્યા અનુસાર, આજે પણ AAPના ઉમેદવારો અને કાર્યકર્તાઓ પર FIR નોંધાઈ છે. તેમણે કહ્યું કે આ સ્થિતિ સ્પષ્ટ દર્શાવે છે કે ભાજપ AAPથી ડરે છે. ‘કોંગ્રેસના કોઈ પણ નેતા કે ઉમેદવાર સામે એક પણ FIR નોંધાઈ નથી’ સોરઠીયાએ વધુમાં દાવો કર્યો કે કોંગ્રેસના કોઈ પણ નેતા કે ઉમેદવાર સામે એક પણ FIR નોંધાઈ નથી, જે ભાજપના વલણ પર સવાલ ઉભા કરે છે. તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો કે ગુજરાતની જનતા ભાજપના શાસનથી અસંતોષ છે અને આગામી ચૂંટણીમાં જનતા જવાબ આપશે. સાથે જ તેમણે કહ્યું કે જો ગુજરાતની જનતા પરિવર્તન લાવશે, તો રાજ્યના ભવિષ્ય માટે સુવર્ણ દિવસો આવી શકે છે. જ્યાં સુધી ભાજપ સત્તામાં રહેશે ત્યાં સુધી સામાન્ય લોકોની સ્થિતિમાં સુધારો શક્ય નથી. વડોદરામાં ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ નેતાજી ફરી ભાજપમાં વડોદરા જિલ્લા પંચાયતના સોખડા બેઠકના પૂર્વ સભ્યએ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. જોકે 24 કલાકમાં જ નેતાજીનો ભ્રમ તૂટી ગયો અને કોંગ્રેસમાં આંટો મારીને પાછા ભાજપમાં આવી ગયા છે. કોંગ્રેસમાં જોડાતી વખતે કિરણસિંહએ કહ્યું હતું કે, મતદારો ભાજપથી ચેતજો. હિન્દુ-મુસ્લિમ કરીને લોકોને લડાવવાનું કામ કરે છે, પછી ભાજપમાં જોડાવાની જાહેરાત કરીને કહ્યું કે, ભાજપમાંથી રાજીનામું આપવું એ મારી મોટી ભૂલ હતી. ભાજપ હંમેશા 'વિકાસલક્ષી' રહ્યો છે. રાજકોટમાં ‘દેશી દારૂની પોટલી અહીંયા મળે છે’ના બેનર લાગ્યા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે દેશી દારૂનો મુદ્દો ઉછળ્યો છે. રાજકોટના વોર્ડ નંબર 1માં ઋષિ વાટિકા સોસાયટીના રહેવાસીઓએ દેશી દારૂની પોટલી આ તરફ મળે છેના બેનર લગાવ્યા છે. સુરતમાં ભાજપ કાર્યાલયથી 30 મીટરના અંતરે જ AAPનું કાર્યાલય સુરતમાં પાટીદાર બાહુલ્ય ધરાવતા વોર્ડ નંબર 7 (વેડ-કતારગામ)માં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. અહીં રાજકીય સ્પર્ધા એટલી હદે વધી ગઈ છે કે એક જ કોમ્પ્લેક્સમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યાલયો ખુલી ગયા છે. કતારગામ વિસ્તારમાં આવેલી શિવાલિક રેસીડેન્સી હાલમાં સ્થાનિક રાજકારણનો અખાડો બની ગઈ હોય તેમ લાગે છે. આ કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનોમાં બંને મુખ્ય પ્રતિસ્પર્ધી પાર્ટીઓએ પોતાના કાર્યાલયો શરૂ કર્યા છે. આશ્ચર્યની વાત એ છે કે ભાજપના કાર્યાલયથી માત્ર 30 મીટરના અંતરે જ આમ આદમી પાર્ટીનું કાર્યાલય ધમધમી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ‘તું કાળો છે, મને કોઈ બીજું ડિઝર્વ કરે છે’:બેવફા પત્નીએ પ્રેમી સાથે મળી રચ્યો ખૌફનાક ખેલ, સોપારી આપી પતિની હત્યા કરાવી; રડતા-રડતા કહી કહાની
    Next Article
    ગુજરાતમાં 1.72 લાખ પ્રાથમિક શિક્ષકો પગારથી વંચિત:મહાસંઘે શિક્ષણ સચિવને પત્ર પાઠવ્યો, તાત્કાલિક પગાર ગ્રાન્ટ ફાળવવા માંગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment